દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

એક સમયે હોટલ સ્ટાફની કરતા હતા નોકરી, આજે છે 71,000 કરોડની કંપનીના માલિક

તે 25 વર્ષના પણ થયા ન હતા કે તેમણે પોતાના જીવમનમાં દૌલત, શૌહરત અને નામ કમાઈ લીધા. આ તે ઉંમર હોય છે જ્યારે યુવાઓ આ બધું મેળવવા માટેના સપના જોઈ રહ્યા હોય છે. અમે વાત કરી રહ્યા છીએ Oyo Hotels ના ફાઉન્ડર ‘રિતેશ અગ્રવાલ‘ની, જે આજે દુનિયામાં બીજા સૌથી યુવા અરબપતિ છે.

Image Source

આટલી નાની ઉંમરે આ બધું મેળવવા માટે રિતેશે પણ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હતો. આ બધા સવાલોના જવાબ રિતેશે એક ફેસબુક પેજ પર પણ શેર કર્યા છે. આવો તો જાણીએ રિતેશ પોતાના સંઘર્ષ વિશે શું કહે છે.

Image Source

રિતેશ કહે છે કે,“‘Entrepreneur” આ શબ્દ મેં બાળપણમાં પહેલી વાર મારા બહેનના મોઢેથી સાંભળ્યો હતો. ત્યારે મેં આ શબ્દના અર્થ વિશે જાણ્યું અને ત્યારે મૈં નક્કી કરી લીધું કે હું મોટો થઈને ‘Entrepreneur’ જ બનીશ. તેના પછી જ્યારે પણ કોઈ મને પૂછતું કે તું શું બનવા ઈચ્છે છે તો હું બેજિજક કહી દેતો હતો કે,’Entrepreneur’.

Image Source

રિતેશ આગળ કહે છે કે,”હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો અને ત્યારે અમારો પરિવાર ઓડિશાના એક નાના એવા શહેર રાયગઢમાં રહેતો હતો. પણ મારા સપના ખુબ મોટા હતા અને મારી અંદર ‘Entrepreneur’ બનવાનું ભૂત સવાર હતું. તેના માટે મેં ક્યારેક સિમ કાર્ડને વહેંચ્યું તો ક્યારેક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. અહીં સુધી મેં ઘણા પ્રકારની નોકરીઓ પણ કરી હતી”.

Image Source

રાયગઢમાં સીમિત અભ્યાસ જ હતો માટે 10 પાસ કર્યા પછી મારા પિતાએ મને એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે કોટા મોકલી દીધો. અહીં મૈં જોયું કે દુનિયામાં શું શું થઇ રહ્યું છે. અહીં દરેક અઠવાડિયાના અંતે હું કોટાથી દિલ્લીની ટ્રેન પકડતો અને અહીં થનારી સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સની કોન્ફ્રેંસમાં હાજરી આપતો”.

Image Source

“જ્યારે તે કહેતા કે કેવી રીતે તેમણે પોતાના વિચારોને એક કારોબારમાં બદલાવી નાખ્યું ત્યારે મને ખુબ પ્રેરણા મળતી હતી. 18 વર્ષની ઉંમર સુધી મેં ઘણી હોટેલ્સના માલિકો અને અહીં આવનારા કસ્ટમર્સ સાથે પણ વાતો કરી. તેના માટે મારે ભાડે રૂમ લેવા પડતા હતા. ઘણીવાર તેના માટે મારી પાસે પૈસા પણ હોતા ન હતા, પણ કોઈને કોઈ રીતે હું સગવડ કરી લેતો હતો”.

Image Source

“પણ એક દિવસ મારા પિતાને ખબર પડી ગઈ કે હું મારા ક્લાસમાં હાજરી નથી આપતો, ત્યારે તેમને સમજાવવું ખુબ મુશ્કિલ બની ગયું હતું. પણ હું જાણતો હતો કે જો હું મારા વિચારો તેમને વહેંચી ન શક્યો તો કદાચ કોઈની પણ સાથે કરી શકીશ નહીં. વાત ખુબ વધી ગઈ હતી પણ મારી માં એ બધું સંભાળી લીધું. તેના પછી મને Peter Thiel Fellowship મળી ગઈ. હું આ શ્કોલરશીપ મેળવનારો એશિયાનો પહેલો યુવાન હતો”.

Image Source

“તેની મદદથી હું પહેલી વાર વિદેશ ગયો, અહીં મેં હોટેલ્સમાં સ્ટાફના સ્વરૂપે કામ કર્યું. બેબી સીટિંગ કરી, ગ્રાહકોની સાથે ઉનો રમ્યો, તેના માટે મને ઘણીવાર ટીપ પણ મળતી હતી. હું 24 કલાક કામ કરતો રહેતો હતો તેનાથી મારા પરિવારના લોકો ખુબ ચિંતિત રહેતા હતા. પણ મારી પાસે તેનો કોઈ જવાબ પણ ન હતો, જ્યા સુધી મેં એક દિવસ Oyo Rooms થી દુનિયાભરના શહેરો સુધી ન પહોંચાડી દીધી”.

Image Source

રિતેશ આગળ કહે છે કે,”મેં અહીં ઘણા પરિવારો અને મિત્રોને પોતાની રજાઓનો આનંદ માણતા જોયા છે. તેણે સંતુષ્ટિ અને ખુશીઓથી ભરી દીધું, આજે અમે દુનિયાભરમાં લાખો લોકોને સેવાઓ પ્રદાન કરી રહ્યા છીએ. તેનાથી મને ખુબ જ ખુશી મળે છે. જો સૌથી ખુશીની વાત હોય તો તે એ છે કે મેં મારું તે સપનું સાકાર કરી બતાવ્યું જેને મેં માત્ર 10 વર્ષની ઉંમરમાં જ જોયું હતું”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.