ખબર

ગેસ છોડવાની જ તો વાત હતી… સુરતમાં યોજાયેલી પાદ પ્રતિયોગિતામાં 200માંથી માત્ર 3 જ સ્પર્ધકો આવ્યા અને પછી

સુરતમાં બહુ ચર્ચિત પાદ પ્રતિયોગિતા રવિવારે 22 સપ્ટેમ્બરે યોજાઈ હતી. બીજી બધી જ પ્રતિયોગિતાની જેમ આ પ્રતિયોગિતામાં સ્ટેજ, જજીસ, અને ટ્રોફીસ હતી, પણ એક વસ્તુ ખૂટતી હતી, આ પ્રતિયોગિતામાં સ્પર્ધકો જ ન આવ્યા.

માહિતી અનુસાર, વિશ્વ અને ભારતભરમાંથી 200 મહિલાઓ અને પુરુષોએ આ પ્રતિયોગિતા માટે રજીસ્ટર કરાવ્યું હતું, પરંતુ માત્ર 3 જ વ્યક્તિઓ આવ્યા હતા.

Image Source

આ ત્રણ વ્યક્તિઓમાંથી એક પણ સ્ટેજ પર જઈને પરફોર્મ કરી શક્યા નહિ, એટલે કે પાદી શક્યા નહિ, અને આખરે આયોજકોએ નક્કી કર્યું કે આ ત્રણેય સ્પર્ધકોને ઇનામો આપી દેવામાં આવે. સ્પર્ધકોમાંથી એક સ્પર્ધક વિષ્ણુ હેડા સુરતના જ રહેવાસી છે, જેમને 2500 રૂપિયાનું ઇનામ અને એક ફ્રેગરેન્ટ હેમ્પર આપ્યું હતું. આ વ્યક્તિએ કહ્યું, ‘મેં કશું જ ન કર્યું.’

એક બીજા સ્પર્ધક સુશીલ જૈન, જે ભોલારાડીથી ખાલી પેટે આવ્યા હતા, એ પણ ત્રણ વાર ચાન્સ મળવા છતાં પરફોર્મ ન કરી શક્યા.

Image Source

આ પ્રતિયોગિતાના આયોજક યતીન સાંગોઇએ તેને પરફોર્મન્સ પ્રેશર ગણાવ્યું હતું.

રિપોર્ટ્સ અનુસાર, ત્યાં આવેલા વિઝિટર્સ પણ સ્પર્ધકો જ હતા, પણ તેઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે શરમાતા હતા. ઘણી સ્ત્રીઓએ પણ આ પ્રતિયોગિતા માટે રજીસ્ટર કરાવ્યું હતું પણ તેઓ આવી નહિ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.