ખબર

આ હશે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક બાઈક, એક વાર ચાર્જ કરવા પર દોડશે 150 કિલોમીટર- જાણો કિંમત

ભારતમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિકલ કાર અને બાઈક લોન્ચ કરવામાં આવે છે. ત્યારે ઇલેક્ટ્રિક બાઈક અને સ્કૂટર બનાવતી કંપની ઓકિનાવાએ ભારતમાં વધતા જતા ઇલેક્ટ્રિકલ વાહનોના ક્રેઝને ધ્યાનમાં રાખીને એક નવી બાઈક લોન્ચ કરી છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીના ફાઉન્ડર અને એમ જીતેન્દ્ર શર્માએ આ નવી ઇલેક્ટ્રિક બાઇકને લઈને જાણકારી આપી હતી. આ નવી લોન્ચ કરેલી બાઈકને Oki100 કોડનેમ આપવામાં આવ્યું છે. આ બાઈક બનાવવા માટે લગભગ 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ ઇલેક્ટ્રિક બાઈકનું પ્રોડક્શન 1થી 2 મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બાઈક થોડા જ સમયમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

આ બાઈકની ખાસ ખાસિયત તેની કિંમત છે. એક રિપોર્ટ મુજબ Oki100 દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક બાઈક હોઈ શકે છે. આસાથે જ કંપનીની 100 ટકા લોકલાઇઝડ પ્રોડક્ટ હશે. જણાવી દઈએ કે, ઓકિનાવા ચીનથી પણ થોડા પાર્ટ્સ ઈમ્પોર્ટ કરી શકે છે. કંપનીના એમડી જીતેન્દ્ર શર્માએ કહ્યું હતું કે, તેની દરેક પ્રોડક્ટ્સ પર 100 ટકા લોકલ વસ્તુનો જ ઉપયોગ કરવામાં આવશે. આ બાઈકની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી રાખવામાં આવશે.

Image Source

બાઇકના ફીચરની વાત કરવામાં આવે તો બાઈકની બેટરી, રેન્જ અને ટોપ સ્પીડ સહીત અન્ય સ્પેશીફીકેશનની વાત કરવામાં આવે તો આ બાઇકમાં ઘણી મળશે. Oki100નું વજન પણ ઓછું રાખવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવશે. બાઇકમાં ડીટેચબલ Li-ion બેટરી હશે. આ બાઈક એક વાર ચાર્જ થયા બાદ 10 કિલોમીટર સુધી ચાલી શકે છે.આ સાથે જ આ બાઇકમાં ફાસ્ટ ચાર્જિંગ, આગળ-પાછળ ડિસ્ક બ્રેક્સ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા ફીચર પણ ઉપલબ્ધ હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.