ખબર

લંડનમાં જોવા મળ્યા નીરવ મોદી, દેશનો ભાગેડુ લંડનમાં રહે છે આલીશાન ફ્લેટમાં, જેકેટ અને ઘરનું ભાડું જાણીને હોંશ ઉડી જશે

પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ભારતથી ભાગી ગયેલા બિઝનેસમેન નીરવ મોદી હાલ ક્યાં છે એ જાણવા મળ્યું છે. હજારો કરોડોનો કાંડ કરીને આ વ્યક્તિ લંડનના રસ્તાઓ પર આરામથી ફરે છે. બ્રિટનના એક અખબારે તેને લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમા ફરતા પકડ્યો. આ અખબાર મુજબ, નીરવ મોદી હાલ લંડનમાં સેન્ટર પોઈન્ટ ટાવર બ્લોકમાં ત્રણ બેડરૂમના ફ્લેટમાં રહે છે. આ ફ્લેટનું ભાડું તે માસિક 15 લાખ જેટલું ભરે છે. ભારતનો ભાગેડુ નીરવ મોદી લંડનમાં આલીશાન જીવન જીવી રહ્યો છે. બ્રિટનના અખબારે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે નીરવ મોદી દાઢી-મૂછમાં જોયા મળી રહ્યો છે. તેને ઓસ્ટ્રિચ હાઇડનું જકેટ પહેર્યું છે જેની કિંમત લગભગ 9 લાખ રૂપિયા છે. અખબારના પત્રકારે તેને ઘણા સવાલ કર્યા પણ તેને કોઈ જ જવાબ આપ્યો નહિ. તેમને નીરવ મોદીને એમ પણ પૂછ્યું કે તેને બ્રિટનમાં શરણ માટે આવેદન આપ્યું છે? આ સવાલ પર પણ તેને ‘સોરી, નો કોમેન્ટ’ કહીને ત્યાંથી નીકળી ગયો.
આ અખબારે નીરવ મોદીને લઈને વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે એ ત્યાંના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે અને સોહોમાં હીરાનો નવો વેપાર પણ શરુ કર્યો છે. રિપોર્ટ અનુસાર, નીરવ મોદી પોતાના ઘરેથી ઓફિસ સુધી પોતાના કુતરાની સાથે ચાલીને જ જાય છે.
નીરવ મોદીએ લંડનમાં તેનો વેપાર ‘ઘડિયાળ અને ઘરેણાની હોલસેલ અને છૂટક દુકાન’ના રૂપમાં નોંધાવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેને આ વેપાર ગયા વર્ષે જ શરુ કર્યો છે અને કંપનીના ડિરેક્ટરમાં તેનું નામ નથી.
અખબારને એ પણ જાણવા મળ્યું છે કે એ એક વેલ્થ મેનેજમેન્ટ કંપનીના સંપર્કમાં છે જે અમીર વિદેશીઓને સલાહ આપે છે. સાથે જ એક પણ ખબર મળી છે કે ત્યાંની સરકારે તેને એક રાષ્ટ્રીય વીમા નંબર આપ્યો છે જેનાથી તે ત્યાં કામ કરી શકે. અને સાથે જ એ બ્રિટનમાં ઓનલાઇન બેંક એકાઉન્ટ સંચાલિત કરી શકે છે. બ્રિટનમાં કાયદેસર રીતે કામ કરવા માટે રાષ્ટ્રીય વીમા નંબરની જરૂર હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks