દુનિયાની અંદર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ ઘણા રહસ્યો છુપાયેલા છે. ત્યાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને સાંભળતા જ આપણે હેરાન રહી જઈએ. તેને આપણે જોવાની કલ્પના પણ નથી કરી શકતા. એવી જ એક રહસ્યમય જગ્યા આવેલી છે સ્કોટલેન્ડમાં. આજે અમે તેના રહસ્ય વિશે જણાવીશું.

સ્કોટલેન્ડમાં એક એવો આયલેન્ડ છે જેનું નામ છે “આઈનહેલો”. આઈનહેલો, ઓર્કેન આઈલેન્ડથી માત્ર 500 મીટરની દુરી ઉપર આવેલો છે. જ્યાં લોકો રહે છે. તે છતાં પણ આઈનહેલો દ્વીપ ઉપર જવું બિલકુલ સરળ નથી. એટલું જ નહીં હોડી દ્વારા પણ આ દ્વીપ ઉપર જવું સંભવ નથી. કારણ કે અહીંયા વહેવા વાળી નદીમાં એટલું વધારે જ્વાર ભાટે આવે છે કે રસ્તો જ રોકી દે છે.

આ દ્વીપ વિશે એવી પણ માન્યતાઓ છે કે અહીંયા ભૂત-પ્રેત સમેત શૈતાની તાકત પણ રહે છે. આ તાકાતો એટલી શક્તિશાળી છે કે એકલા અથવા નાના ગ્રુપની અંદર જો તમે ત્યાં જવાનો પ્રયત્ન કરો તો તમે ગાયબ થઇ શકો છો. એટલું જ નહિ આ દ્વીપ ઉપર જલપરીઓ પણ રહે છે જે ગરમીના સમયમાં બહાર આવે છે.

આ દ્વીપ દિલ આકારનો છે અને પોતાની સુંદરતાથી લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. પરંતુ આ આઇલેન્ડ ઉપર વર્ષમાં ફક્ત એક જ વાર જવાની પરવાનગી આપવામાં આવૅ છે. આ દ્વીપ બહુ જ નાનો છે. તેને નકશાની અંદર શોધવો પણ ઘણો મુશ્કેલી ભર્યો છે.

સ્કોટલેન્ડના હાઇલેન્ડ્સ વિશ્વવિદ્યાલયના પ્રેફેસર ડેન લીનું માનીએ તો અહીંયા હજારો વર્ષો પહેલા લોકો રહેતા હતા. પરંતુ વર્ષ 1851માં અહીંયા પ્લેગની બીમારી ફેલાવવા લાગી જેના કારણે લોકોએ આ દ્વીપને છોડી દીધો અને બીજે ક્યાંક ચાલ્યા ગયા.

તો આ દ્વીપ વિશે ઘણા જાણકારો એવું પણ જણાવે છે કે આદ્વીપ ક્યારે બન્યો તેની કોઈ જાણકારી કોઈની પાસે નથી. પુરાતત્વવિદોનું માનવું છે કે આ દ્વીપ શોધ કરવા લાયક છે. જો તેના ઉપર શોધ કરવામાં આવે તો ઇતિહાસના ઘણા રહસ્યો ખુલી શકે છે. જે લોકોને હેરાન પણ કરી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.