ખબર

જે લોકો કહે છે ડિપ્રેશન કઈ નથી હોતું, તેમને એકવાર આ વિડીયો અવશ્ય જોવો જોઈએ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ મેન્ટલ હેલ્થને લઈને સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વાતો ચાલી રહી છે. ઘણા લોકો પોતાના મંતવ્યો અને જાણકારી આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને આ અંગેના બધા જ ભ્રમ તોડી નાખ્યા છે. આ વિડીયોને એક કરોડથી પણ વધારે લોકોએ જોયો છે.  આ વિડીયો પણ મેન્ટલ હેલ્થ ઉપર જ બનેલો છે.

Image Source

આ વીડિયોને પ્રથમેશ બરગે નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર્સે  પોસ્ટ કર્યો છે. જે એક મોનોલોગ વિડીયો છે. તેની અંદર બોલનાર વ્યક્તિ પોતાનું નામ મુકુંદ મિશ્રા જણાવી રહ્યો છે, તે વ્યક્તિ પોતાના જીવન વિશેની વાત આ વિડીયોની અંદર જણાવી રહ્યો છે.

Image Source

આ વ્યક્તિ જણાવે છે કે શહેરમાં તે તાલમેલ ગોઠવી રહ્યો હતો ત્યાં જ લોકડાઉન આવી ગયું અને પોતે એકલતાનો શિકાર બની ગયો, તેના પિતા સાથે પણ તે વાત કરવા માંગતો હતો પણ ના થઇ શકી, કલાકો સુધી સૂતો રહ્યો, અને એકલતામાં જ ડિપ્રેશનનો શિકાર બની ગયો.

Image Source

પોતાની એકલતા દૂર કરવા જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર “હું તમને સાંભળીશ” એવી વાતો કરતા હતા તેમનો સંપર્ક કર્યો પણ બધું જ જુઠ્ઠું લાગ્યું, અને કહ્યું કે કોઈ કોઈનો સાથ નથી આપતું, બધું જ બનાવટ છે.

Image Source

તેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો અને લાખો લોકોએ તેને નિહાળ્યો અને કોમેન્ટ કરીને પોતાના દિલની વાત પણ રજૂ કરી. તમે પણ જુઓ વિડીયો અને કોમેન્ટ કરીને જણાવો તમારો અભિપ્રાય.

 

View this post on Instagram

 

A post shared by Prathamesh Barge (@prathamess_barge) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.