ખબર

14 વર્ષ પછી મુકેશ ખન્નાએ પોતાના દર્દનો કર્યો ખુલાસો, આ કારણને લીધે બંધ કરવો પડ્યો હતો ‘શક્તિમાન’ શો

જો તમે પણ 90 ના દશકમાં મોટા થયેલા છો તો તમે પણ શક્તિમાન સિરિયલ ચોક્કસ જોઈ હશે.દેશના સુપરહીરો કહેવારા શક્તિમાન તે સમયમાં બાળકોની વચ્ચે ખુબ જ લોકપ્રિય હતા.એવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જલ્દી જ આ શો નો બોજો ભાગ શરૂ થવાનો છે.શક્તિમાન એટલે કે અભિનેતા મુકેશ ખન્નાજી જલ્દી જ બીજો ભાગ લઈને આવી શકે તેમ છે.એવામાં તાજેતરમાં જ મુકેશ ખન્નાએ પોતાના દર્દને વર્ણવતા ખુલાસો કર્યો હતો કે આખરે શા માટે આ શો લોકોની વચ્ચે લોકપ્રિય હોવા છતાં તેને બંધ કરવો પડ્યો હતો?

મુકેશ ખન્નાએ જણાયું કે,” તે સમયે શક્તિમાન શનિવારની સવારે અને મંગળવારે સાંજે પ્રસારિત થતો હતો. નોન પ્રાઈમ સમય હોવા છતાં પણ શો ખુબ સારો ચાલતો હતો જેના માટે દૂરદર્શન ચેનલને 3.80 લાખ રૂપિયા આપવા રહેતા હતા.તે સમયમાં શો માં પ્રાયોજિત થતા હતા અને જાહેરાતો દ્વારા અમારી કમાણી થતી હતી. લગભગ 100 થી 150 એપિસોડ આવી જ રીતે ચાલ્યા”.

 

View this post on Instagram

 

Gangadhar Shaktimaan for the song Tum hi ho Shaktimaan

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) on

મુકેશ ખન્નાનીજી એ આગળ કહ્યું કે,”શો ની લોકપ્રિયતાને જોતા દૂરદર્શનના ચેનલ તરફથી મને કહેવામાં આવ્યું કે શો ને રવિવારે પણ પ્રસારિત કરવામાં આવે કેમ કે રવિવારે બાળકોને રજા હોય છે, એવામાં તે શો માટે પણ સારું રહેશે.રવિવારે પ્રસારિત થવાને લીધે દુરદર્શનને 7.80 લાખ આપવા પડયા, તેના છતાં પણ મેં શો ને આગળ ચલાવ્યો.

મુકેશજી કહે છે કે,”આગળના વર્ષે શો ના 104 એપિસોડ પુરા થયા તો મને 10.80 લાખ આપવા માટેનું કહેવામાં આવ્યું.તેઓએ કહ્યું કે 104 એપિસોડ પુરા થવા પર ફી દોઢ ગણી વધી જાય છે. એવામાં 3 લાખથી 10 લાખ મારા માટે ભારે ભરખમ રકમ પડી રહી હતી. ત્યારે મને એ જાણ થઇ કે તેઓ તેને તેનાથી પણ વધારે 16 લાખ કરવાનું વિચારી રહ્યા હતા.તેનો મેં વિરોધ પણ કર્યો પણ મારી વાત માન્ય રાખવામાં ન આવી”.

મુકેશજીએ કહ્યું કે શો ની લોકપ્રિયતા વધવા છતાં પણ મને નુકસાન થઇ રહ્યું હતું, કેમ કે આટલી બધી ફી આપવી પરવડે તેમ ન હતું. અને મજબૂરીમાં મારે શો બંધ કરવો પડ્યો હતો.

મુકેશજી એ કહ્યું કે પછી શો ના વિશે એવી વાતો જણાવામાં આવી હતી કે બાળકોના નીચે પડવાને લીધે શો બંધ કરવામાં આવ્યો હતો કે કેમ કે બાળકો એવું વિચારીને નીચે પડતા હતા કે તેને શક્તિમાન બચાવવા માટે આવશે. જો કે શો આ કારણને લીધે બંધ થયો ન હતો.

લોકોના મુકેશજીને પૂછવા પર કે તેઓ શક્તિમાનની બીજી સીઝન ક્યારે લાવી રહયા છે તો જવાબમાં મુકેશજી એ કહ્યું કે,”હું પોતે જ શક્તિમાનના બીજા ભાગ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.અપેક્ષા છે કે આપણે ખુબ જ જલ્દી મળશું.જણાવી દઈએ કે વર્ષ સપ્ટેમ્બર 1997 માં શરૂ થયેલી શક્તિમાન સિરિયલ 8 વર્ષ પછી માર્ચ 2005 માં બંધ થઇ ગઈ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks