અજબગજબ ખબર જીવનશૈલી

પોતાની પત્ની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે મુકેશ અંબાણી, ઘણીવાર લગાવ્યા મોટા દાવ, દર વખતે મળી સફળતા

દેશના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ખુબ જ સાદું અને સરળ જીવન જીવવામાં માને છે તો તેમની પત્ની નીતા અંબાણીની લાઇફસ્ટાઇલથી તો આપણે પરિચિત છીએ જ. સાથે દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં પણ નીતા અંબાણી સ્થાન ધરાવે છે.

Image Source

નીતા અંબાણી ઉપર મુકેશ અંબાણી હંમેશા આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. અને નીતા અંબાણી તેમના આ વિશ્વાસ ઉપર ખરી પણ ઉતરે છે. ધંધાની બાબતમાં પણ મુકેશ અંબાણીએ નીતા અંબાણી ઉપર મોટા મોટા દાવ લગાવ્યા છે અને દરેક વખતે નીતા અંબાણી સફળ બનીને ઉતરી છે જેના કારણે મુકેશ અંબાણીનો પણ નીતા ઉપરનો વિશ્વાસ વધતો રહ્યો છે.

Image Source

આ વાતનું ઉદાહરણ 1997માં જયારે મુકેશના પિતા ધીરુભાઈ અંબાણીની સહમતીથી નીતાને જામનગરમાં કંપની માટે ટાઉનશીપ બનવવાનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે નીતા પાસે આ કામને લઈને કોઈ જ અનુભવ નહોતો અને સાથે જ તેને થોડા વર્ષો પહેલા આઇવીએફ દ્વારા જોડિયા બાળકોને જન્મ પણ આપ્યો હતો, પરંતુ નીતા 6 વર્ષ બાદ સક્રિય થઇ ગઈ ને અનુભવ ના હોવા છતાં પણ આ કામની જવાબદારી સ્વીકારી.

Image Source

નીતા સતત ત્રણ વર્ષ સુધી અઠવાડિયામાં બે-ત્રણ વખત સાઈટ વિઝીટ કરવા માટે જતી હતી. ત્યાં તે બધા જ પુરુષો વચ્ચે એક માત્ર મહિલા હતી અને તેને બધા સર સર કહીને બોલાવતા છતાં પણ નીતાએ ખુબ જ સારી રીતે પોતાની જવબદારી સમજી અને સ્વીકારી અને એ ટાઉનશિપનું કામ પૂર્ણ કરાવ્યું હતું.

Image Source

આજ કામની અંદર સફળતા મળ્યા બાદ મુકેશ અંબાણીનો નીતા ઉપર વિશ્વાસ વધતો ગયો અને નીતાના ડ્રિમ પ્રોજેક્ટ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માટે 40 લાખ ડોલર આપ્યા.  અને તેવી જ રીતે કોઈપણ જાતના અનુભવ વગર જ નીતાને 2008માં મુકેશ અંબાણીએ આઇપીએલના વ્યવસાયમાં ઉતારી દીધી. તેમાં પણ નીતાએ સફળતાનાં પરચમ લહેરાવ્યા.

નીતા અંબાણીને ખેલ સંબંધી કારબોરમાં થયેલી અચાનક એન્ટ્રીએ ના ફક્ત તેમને રાષ્ટ્રીય સ્તરની વ્યક્તિ બનાવી પરંતુ રિલાયન્સના રૂપમાં પણ તેને રજૂ કરી. વર્ષ 2008માં તેની કંપનીએ આઇપીએલની ક્રિકેટ ટિમ માટે 112 મિલિયન ડોલર ખર્ચ્યા. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાનારા સચિન તેંડુલકરને પણ પોતાની મુંબઈ ઇન્ડિયન ટીમમાં સામેલ કર્યો.

Image Source

ટુર્નામેન્ટના શરૂઆતી દિવસોમાં બે સીઝન સુધી મુંબઈ ઇન્ડિયન કઈ ખાસ ના કરી શકી ત્યારે મુકેશ અંબાણીએ તેમાં પોતાની દખલ વધારી. નીતાએ પોતાને આ વ્યવસાયમાં આવવાને લઈને કબલ્યું પણ હતું કે: “મેં શરૂઆતમાં વિરોધ કર્યો હતો, કારણ કે મને રમત વિશે વધારે જાણકારી નહોતી.”

Image Source

જોકે થોડા જ સમયમાં નીતાએ પોતાની જાતને તેમાં સમર્પિત કરી અને ક્રિકેટ સર્કિટનો ભાગ બની. મુંબઈ ઇન્ડિયન અત્યાર સુધી 4 વાર 2013,2015,2017 અને 2019માં વિજેતા રહી ચૂક્યું છે. આ ટીમના પૂર્વ કપ્તાન સચિન તેંડુલકરનું પણ માનવું છે કે નીતા અંબાણીની ઉપસ્થિતિથી ટીમમાં ઘણા જ ફર્ક અને બદલાવ આવ્યા છે. સિનિયર ખેલ પત્રકાર અયાજ મેમન ના જણાવ્યા પ્રમાણે: “અંબાણી પરિવાર સાચા ટેલેન્ટ ઉપર ખર્ચો કરવા નથી ડરતું. ના ફક્ત ટીમના માલિક હોવું પરંતુ જીતવું એ તેમના માટે ગર્વની બાબત છે.”

Image Source

આ ઉપરાંત પણ નીતા અંબાણી બીજા પણ ઘણા વ્યવસાયો સાથે સંકળાયેલી છે. તેમજ તે પોતાના પરિવારને પણ પૂરતો સમય અને ધ્યાન રાખે છે.