ખબર

સુરત : હ્રદય દ્રાવક કિસ્સો, ચાર કલાકના બાળકના માથા પરથી ઉઠી ગઇ માતાની છત્રછાયા

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે અને તેમાં પણ આ લહેરમાં ઘણા લોકો મોતને ભેટી રહ્યા છેે. સુરતમાં એક કોરના પોઝિટિવ મહિલાએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો અને તેનું 4 કલાક બાદ મોત થયુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

સુરતના માંગરોળ જિલ્લાની 28 વર્ષિય રૂચિ પંચાલને કોરોના થયો હતો અને તેણે શ્વાસની તકલીફ હતી. તે પ્રેગ્નેટ હતી અને તેનું સિઝરેયિન પણ કરાયુ હતુ પરંતુ બાળકનાા જન્મ બાદ તેનું મોત થયુ હતુ.


સુરતમાં ગુરુવારે શહેરમાં 776 અને જિલ્લામાં 227 કેસ નોંધાયા છે. તેમજ 14 દર્દીઓના મોત થયા હતા. શહેર અને જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની પણ સંખ્યા ઘટી છે. એક્ટિવ કેસની સંખ્યા 9500 થઇ ગઇ છે જે 10 હજાર કરતા નીચે છે.