સુંદરતાની કોઈ સીમા નથી હોતી કે નથી કોઈ વ્યાખ્યા હોતી. સુંદરતાં કોને નથી ગમતી? સુંદરતા જોવાવાળાની આંખોમાં હોય છે, અને વિચારવાવાળાના મગજમાં હોય છે. ત્યારે આજે એક એવી મહિલા વિશે વાત કરીશું કે જેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

તેને લોકો વિશ્વની સૌથી સુંદર મહિલા ગણાવી રહયા છે. તેની સુંદરતાના વખાણ દરેક વ્યક્તિ પોતાના અંદાજમાં કરી રહ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી એક મહિલાની તસ્વીર આખા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સોશિયલ મીડિયા યુઝર્સે તો આ મહિલાને વિશ્વની સૌથી સુંદર મહિલાનું બિરુદ આપ્યું છે.

લોકો સોશિયલ મીડિયા પર તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. હાલ એમ છે કે કેસબુકથી લઈને ટ્વિટર પર આ મહિલાની તસવીરો છવાયેલી છે. લોકો આ મહિલાની તસવીરો બધે જ શેર કરી રહયા છે. કેટલાક લોકો આ મહિલાને સાઉદી અરબની મહારાણી ગણાવે છે. પરંતુ હકીકત કઈંક જુદી જ છે.


આ મહિલાનું નામ શાએમા અલ હમ્માદી છે, જે ઓમાનની રહેવાસી છે. એ પરિણીત તો છે પણ એ કોઈ મહારાણી નથી કે નથી કોઈ શેખની પત્ની. શાએમા ઓમાનની એક ટીવી ચેનલમાં એન્કર તરીકે કામ કરે છે. જો કે તેની તસવીરો જોઈને તેની સુંદરતા પર સવાલ ઉઠાવવા મુશ્કેલ છે.
કારણ કે આ એટલી સુંદર છે કે એકવાર જે એને જુએ એ એને જોતા જ રહી જાય છે. શાએમા હાલ કતારની એક ન્યુઝ ચેનલમાં એંકરિંગ કરે છે. તેને ઓમાનની સરકારી ચેનલ સલ્તનત ઓફ ઓમાન ટીવી પર સૌથી પહેલા શો હોસ્ટ કર્યો હતો. આ શાએમા સોશિયલ મિડીયા પર ખૂબ જ પ્રખ્યાત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks