અજબગજબ

માતાપિતાએ દીકરીના રૂમમાં લગાવ્યો કેમેરો, રૂમમાં જે કઈ થતું એ હતું ખૂબ જ ભયાનક!

દીકરીની આ હરકત માટે બાપે ખુદે જ લગાવ્યો રૂમમાં કેમેરો…રેકોર્ડિંગ જોઇને માતાપિતા હચમચી ગયા

આપણી પૃથ્વી પર આવેલા દરેક સજીવે આરામ માટે અને બીજા દિવસે ફ્રેશ ઉઠવા માટે રોજ ઊંઘવું તો પડે જ છે, જેથી તેઓ સવારે ઉઠીને એનર્જી સાથે સર્વાઇવ કરવા માટે લાગતી-વળગતી વસ્તુ કરી શકે. આપણામાંથી મોટેભાગના લોકોને નહિ ખબર હોય એક મનુષ્ય 75 વર્ષના જીવનમાં 25 વર્ષ જેટલો સમય ઊંઘવામાં કાઢે છે. ભલે ઊંઘવું મનુષ્ય માટે જરૂરી છે, પણ તેમ હતા કેટલાક લોકોને ઇન્સોમેનિયા હોય છે કે જલ્દી ઊંઘ નથી આવતી કે ઊંઘ સાથે સંકળાયેલી બીજી સમસ્યાઓ હોય છે. જયારે અમુક લોકોને ઊંઘવામાં બોલવાની કે ઊંઘમાં ચાલવાની પણ ટેવ હોય છે.

Image Source

આપણાંથી ઘણાને એ ખબર નથી પડી શકતી કે ઊંઘ્યાં પછી ઊંઘમાં શું-શું થઇ જાય છે. આવી જ એક વાત આજે આપણે કરીશું કે એક છોકરી ઊંઘમાં જે કરતી હતી તે તેને ઉઠ્યાં પછી યાદ રહેતું નહિ અને જે જાણવા માટે તેના માતાપિતાએ તેને રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યો હતો. આ છોકરી જયારે સવારે ઉંઘીને ઉઠતી ત્યારે રોજ તેના શરીર પર ઘા વાગ્યાના ઉઝરડા હોતા હતા. પહેલા તો આ ઉઝરડા ખૂબ જ આછા હતા, જેથી તેના માતાપિતાએ તેના પર વધુ ધ્યાન આપ્યું નહિ. પણ સમય જતા, પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને છોકરીના શરીર પર ઉઝરડાઓ વધુ મોટા અને દેખાવા લાગ્યા હતા.

Image Source

તેમને છોકરીને પૂછ્યું કે આ કેવી રીતે થાય છે પણ તેને કઈ જ યાદ રહેતું નહિ અને રાતે ઉંઘીને સવારે ઉઠે ત્યારે આ ઉઝરડાઓ વધુને વધુ મોટા થતા જતા હતા. આ છોકરીના માતાપિતાને હવે આની ચિંતા થવા લાગી હતી. પણ એક વખત છોકરીને તેના સ્કૂલમાંથી કેમ્પમાં મોકલી.

કેમ્પમાં હતી એ વખતે પણ તેન શરીર પર ઉઝરડાઓ દેખાતા હતા અને કારણ કે ઉનાળાનો સમય હતો એટલે છોકરીએ શોર્ટ્સ અને શોર્ટ સ્લીવના કપડાં પહેર્યા હતા. જેનાથી સ્કૂલના સ્ટાફને અને તેના મિત્રોને આ દેખાવા લાગ્યા. તેમને પણ આ છોકરીને આ ઉઝરડાઓ વિશે પૂછ્યું.

Image Source

બીજી તરફ છોકરીના માતાપિતાએ આવીસે તેમના કેટલાક મિત્રો સાથે વાત કરી અને તેમને એવું લાગતું હતું કે આ બધું જ તેના શરીરમાં આયર્નની કમીને કારણે થાય છે એટલે તેમને ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. તેમને ડોક્ટરની એપોઇન્મેન્ટ લઇ લીધી જેથી આખું ચેકઅપ થઇ જાય અને તેના શરીર પર આ ઉઝરડાઓ કેવી રીતે આવે છે તે સ્પષ્ટ થઇ જાય. આ બાજુ સ્કૂલના સ્ટાફને એવું લાગ્યું કે છોકરીના માતાપિતા તેની સાથે મારપીટ કરે છે જેથી તેમને આ વિશે એક એનજીઓને જણાવ્યું.

Image Source

કમનસીબે, ડોક્ટરને મળવા જાય એ પહેલા જ એનજીઓ તેમના ઘરે પહોંચી ગયું અને લોકોને લાગવા લાગ્યું કે કદાચ તેના શરીર પર ઉઝરડાઓને તેના માતાપિતા સાથે કઈ લેવા-દેવા છે. પણ તેન માતાપિતા જ જાણતા હતા કે તેમને આ ઉઝરડાઓ સાથે કોઈ જ લેવા-દેવા નથી. પણ બધા જ પુરાવાઓ તેમના વિરુદ્ધમાં હોવાથી તેઓ જ દોષિત લાગી રહયા હતા.

Image Source

એનજીઓવાળાએ આ છોકરી સાથે વાતચિત કરી ત્યારે આ છોકરીએ જણાવ્યું કે તેના માતાપિતાને આની સાથે કઈ જ લેવા-દેવા નથી. એ સવારે ઉઠે ત્યારે તેના શરીર પર આ ઉઝરડાઓ હોય છે. આ પછી એનજીઓને એ પણ જણાવવામાં આવ્યું કે તેના માતાપિતા જ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને બેઠા છે કે જેથી જાણી શકાય કે આ નિશાન કેવી રીતે આવે છે.

આ પછી ડોકટરે આ છોકરીના બધા જ ટેસ્ટ કર્યા અને બધું જ ચેકઅપ કર્યું, જેમાં કશું જ ન આવ્યું અને જાણવા મળ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જ સમસ્યાઓ નથી. તેના માતાપિતાને શાંતિ થઇ કે તેમની દીકરી સ્વસ્થ છે, પણ આ ઉઝરડાઓ આમ જ પડતા રહયા અને એનજીઓવાળા તેને માતાપિતા પર દબાણ કરતા રહયા.

Image Source

આ પછી માતાપિતાને થયું કે તેમની દીકરી સાથે કઈ તો ખોટું થઇ રહ્યું છે જેથી તેઓ એક વિડીયો કેમેરા લઈને આવ્યા અને તેના રૂમમાં લગાવી દીધો. તે ઊંઘી ગઈ એ પછી રેકોર્ડિંગ બટન ચાલુ કરી દીધું અને ઊંઘી ગયા. બીજા દિવસે પણ સવારે તેના શરીર પણ ઉઝરડાઓ પડયા હતા, જેથી તેમને કેમેરા લઈને આખી રાતનું રેકોર્ડિંગ ચેક કર્યું.

જયારે તેઓએ આ રેકોર્ડિંગ જોયું તો તેમના હોશ ઉડી ગયા. તેમની દીકરી ઊંઘમાં સરકીને ચાલ્યા કરે છે અને એ કોઈ સામાન્ય રીતે નહિ પણ ઉપર-નીચે આગળ-પાછળ ગમે તેમ સરકે છે. જોઈને આ કોઈ હોરર ફિલ્મનો સીન જ લાગતો હતો. તેમને આ વિડીયો એનજીઓને બતાવ્યો અને એનજીઓવાળાએ તેમના પરનો કેસ હટાવી દીધો. એ પછી તેઓ આ છોકરીને સ્લીપ સ્પેશિયાલિસ્ટ પાસે લઇ ગયા કે જેથી તેની સાથે જે થઇ રહ્યું છે એ અટકાવી શકાય. સ્લીપ સ્પેશિયાલિસે તેની સારવાર કરીને હવે છોકરીમાં આ લક્ષણો ઓછા થવા લાગ્યા હતા.