ખબર

વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા, ધોનીને લખ્યો ભાવુક પત્ર, લખ્યું 130 ભારતીય નિરાશ….

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ 19.29 કલાકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. ધોનીના આ એલાન બાદ ભારત સહિત સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટના સંન્યાસ બાદ દેશ સહિત વિશ્વભરની હસ્તીઓએ ધોનીના કેરિયરના વખાણ કર્યા હતા.આજે વડાપ્રધાન પીએમ મોદીએ ધોનીનાં સંન્યાસને લઈ એક પત્ર લખ્યો હતો. આ બાદ ધોનીએ ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

Image sourceવડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, તમારી નિવૃત્તિથી 130 કરોડ ભારતીય નારાજ છે. તમારી વિશેષ શૈલીમાં શેર કરેલો વીડિયો આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય ક્રિકેટ માટે તમે જે કર્યું તે માટે દરેક જણ તમારો આભારી છે. ક્રિકેટના ઈતિહાસમાં તમારું નામ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં, સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં અ ને નિઃસંદેહ સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ લખ્યું કે, એ મહત્વનું નથી કે તમે કઈ હેર સ્ટાઈલ રાખી હતી. પણ જીત હોય કે હાર, તમારૂ મગજ હંમેશા શાંત રહ્યું. આ દેશના યુવાઓ માટે એક મોટી શીખ છે.

ધોનીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, “એક કલાકાર, સૈનિક અને ખેલાડી એ જ ઈચ્છે છે કે તેમને પ્રોત્સાહન મળે. તેમની મહેનત અને બલિદાનને યાદ રાખવામાં આવે. પ્રશંસા અને શુભેચ્છાઓ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.