દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે

મેઘધનુષના રંગો- શુદ્ધ પ્રેમની વાર્તા, જેમાં ફક્ત આપવાની જ વાત છે, માંગવાની નહિ, વાંચો લેખકની કલમે

અમદાવાદ એલ. ડિ. કોલેજ, કોલેજ એક નવી દુનિયા. યુવાનીમાં પગ મુકતાં જ કોલેજ જીવન અનન્યખુશી અને વેદનાઓ લાગતું હોય છે. અમદાવાદની સારી કોલેજમાં એડમિશન પણ મળતું નથી. અમદાવાદની જાણીતી કોલેજમાં એલ. ડિનું નામ એક અનોખું છે. ક્યારેક ઉચ્ચ નેતાઓ, ઉચ્ચકક્ષાના અધિકારીઓની આંખના શરમે અહીં એડમિશન મળતું હોય છે.

Image Source

આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. કોલેજ કેમ્પસમાં યુવાન અને યુવતીઓ પ્રેમ ગોષ્ઠિ કરતા હતા. જાણે સ્વર્ગનું સુઁદર વાતાવરણ અહીં જ જોવા મળતું હતું. દરેક યુવતીમાં એક રાધા અને દરેક યુવાનમાં એક કાનો જોવા મળતો હતો. ત્યાં બગીચામાં એક નાનકડી પાળી ઉપર મયંક પટેલ અને તેની અડોઅડ નિશા પટેલ બેઠી હતી.

મોર્ડન જમાનામાં પણ નિશા ક્યારેય વલ્ગર કપડાં પહેરતી નહિ. આજે મયંકને ગમતો બ્લેક કલરની સાડી પહેરલ. ગોળ ચહેરો, નાજુક નાક, કામણગારી આંખ, તેના ગાલ ઉપર કાળો ડાઘ, ભરાવદાર હોઠ તેના ચહેરાની સુંદરતા વધારતા હતા. નિશા પટેલ મહેસાણાના આઈ.પી.એસ ની દીકરી હતી. ધોરણ 12 તેને કાઠીયાવાડમાં પૂરું કરેલું. ખુબ હોશિયાર હોવાને કારણે તેને વધુ ભણવાની ઇચ્છા હતી. તેને પુસ્તકો સાથે વધુ મિત્રતા હતી.

મયંક પટેલ પ્રાંતિજનો વતની હતો. તેના પિતાજી એક ઉદ્યોગપતિ હતા. ધોરણ 12 તેને અમદાવાદની સી.એન. હાઈસ્કૂલમાં ભણેલો હતો. પોતે વાંચનનો ખૂબ શોખીન હતો. પન્નાલાલ પટેલ, હરકિશન મહેતા ગુજરાતી સાહિત્યમાં તેને ખુબ પ્રિય હતા. મળેલા જીવ, પીળા રૂમાલની ગોઠ તો તેને ગણીવાર વાચી કાઢેલ. કાલે બંને એકબીજાંથી છુટા પાડવાના હતા. માટે આજે બંને એક્બીજાની સાથે જ રહેવાનું નક્કી કરેલ.

ડેરીમિલ્ક, પિસ્તા, દાબેલીનું પેકિંગ કરાવીને મયંક આવેલ. નિશા એક કોળો કાગળ, પેન્સિલ અને વોટર કલર લઈને આવેલી. મયંક આજે છેલ્લીવાર તેનું ચિત્ર દોરવાનો હતો. ચિત્રદોરવામાં પાવરધો મયંક આબેહૂબ ચિત્ર દોરતો. નાનપણથી તે ચિત્રનો શોખીન હતો. કોલેજના ત્રણ વરસમાં નિશાન ઘણા ચિત્રો તેને પેન્ટ કરેલા. જાણે મેધનુષના રંગો નિશાના રંગમાં ઉતળી આવતા હોય તેમ તે ખીલી ઉઠતી.

છુટા પડવાની વેદના બન્ને બાજુએ હતી. પરંતુ તે સિવાય કોઈ છુંટકો પણ ન હતો. મયંક જાણતો હતો કે છુટા તો પડવાનું જ છે. તે આવ્યો ત્યારે એકલો હતો અને હવે જીવન જીવવા માટે નિશાની યાદોનો સહારો હતો. મયંક ઘણીવાર નિશાને કહેતો કે “તારી યાદો સદાય આનંદથી વાગોળતો રહીશ. દરેક શ્વાસે તને યાદ કરી હું જીવતો રહીશ.”

Image Source

બન્નેએ પ્રથમ મુલાકાતથી જ નક્કી કરેલું કે આપણે છુટા પડ્યા પછી કદી એક્બીજાને કોલ પણ નહિ કરીયે. ના એકબીજાને મળવાનો પ્રયત્ન પણ નહિ કરીએ. બસ યાદોના સહારે જીવન જીવી લેવું.

“મયંક તું મારા માટે ફક્ત એક સાઈડનું ચિત્રદોર. બીજી સાઇડનું ચિત્ર તું તારી પત્નીનું દોરજે. તે ખૂબ ભાગ્યશાળી હશે જેની જોડે તારા લગ્ન થશે. તું ખુબ સમજદાર છે. ત્રણ વર્ષની યાદોનો પ્રેમલાપ અહીં ચાલતો હતો. બન્નેની આંખોમાંથી આશુના ટપકા ટપ… ટપ… ટપ નીચે જમીન ઉપર પડતા હતા. મયંક હોસ્ટેલમાં રહેતો હતો. જયારે નિશા એલિસબ્રિજ વિસ્તારની હ્દયકુંજ સોસાયટીમાં રહેતો હતી.

બન્ને વચ્ચે નિસ્વાર્થ પ્રેમ હતો. આખા કેમ્પસમાં આ એકજ યુગલ હતું કે જ્યો કદી માંગણીઓ ન હતી. બસ! આપવાની ભાવનાઓ સતત સેવ્યા કરતી હતી. બન્નેમાં ગજબનો પ્રેમ હતો. પ્રેમ હોવા છતાં ક્યારેય એકબીજાને ખાસ કોલ કરતા નહિ. જોકે સવારથી સાંજ સુધી બન્ને સાથે જ રહેતા. એલ.ડીનું આખું કેમ્પસ, કોકરીયા બાગ, રિવર ફન્ડ, અડાલજ, ગાંધી આશ્રમ, ઇન્ડરોડા પાર્ક, સરિતા ઉદ્યાન, અને તમામ થિયેટર તેમના પવિત્ર પ્રેમની સાક્ષી હતા. ૭ જન્મની જિંદગી ૩ વર્ષમાં સાથે જીવી લીધી હતી. એક એવું વંટોર હતું જેના કારણે બન્નેને એકબીજાથી છુટા પડવું પડેલ.

નિશા ધોરણ ૩માં અભ્યાસ કરતી હતી. તેનો પરિવાર કાઠિયાવાડમાં રહેતો હતો. ઘરે નોકરો પણ ઘણા હતા. તેના પિતા સજ્જન અને પ્રામાણિક હતા. દેશપ્રેમ તેમના રઘે-રઘમાં વ્યાપેલો હતો. તેની માતા પણ ગુજરાતી વિષયમાં પી.એચ.ડી થયેલા. સુખી પરિવાર ખેતીવાડી પણ સારી. ઉનાળાની રાજાઓ હતી બધા પોતાના વતન મહેસાણા આવેલા. એક રાતે તેના પિતાને કોઈ કારણસર બહાર જાવાનું થયું. મધ્યરાત્રીએ ધરોઈથી મહેસાણા આવતા કાર-અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. તે પછી નિશા કાઠીયાવાડમાં તેના મામાને ત્યાં જ રહી. તેમને ખોડનું મોટું કારખાનું હતું. તેના મામા મૂળ મહેસાણા થી ૨૦ કી.મી દૂર આવેલા ઉનવાના વતની હતા. ધોરણ ૧૨ પાસ પછી નિશા અને તેની માતા અહીં અમદાવાદમાં પોતાના મકાનમાં રહેતા હતા. નિશા અને તેની માતા સરોજબહેન સિવાય તેમના પરિવારમાં કોઈ રહેતું ન હતું.

નિશાના પિતાના અવસાન પછી, સરોજબહેનના પિતાએ તેમને બીજે લગ્ન કરવા ઘણા પ્રસ્તાવ મુકેલા. સરોજબહેને એક ભવમાં બે ભવ નહિ કરવાનો સંકલ્પ કરેલ. પોતાની દીકરીના સુખ માટે જ પોતાનું જીવન જીવવાનો તેમનો નીર્ધાર હતો.

કોલેજમાં એડમિશન લીધા પછી થોડાદિવસ નિશાને અહીં અજુગતું લાગતું. તે ક્યારે મોર્ડન બનીને કોલેજ આવી પણ નહતી. તેને પોતાની માતા સરોજબહેન માટે અપાર હેત હતું. સમજણ આવી ત્યારથી જ નિશા કહેતી “માં તારા પસઁદના યુવક જોડે જ હું લગ્ન કરીશ.” તેની આ વાતથી સરોજબહેન ખુબ ખુશ થતા. નિશા લવ મેરેજ કરવા માંગતી ન હતી કે તેના આવા પગલાંથી તેની માતાને દુઃખ થાય.

કોલેજ જીવનમાં તો દિલની આપ-લે વધુ થતી હોય છે. નક્કી ન હોય ક્યારે દિલ તૂટેને ક્યારે જોડાય. દરરોજ પ્રપોઝ થાય. કોઈ પાસ થાય તો કોઈ નાપાસ થાય. પાસ થયેલા પણ વધુ ચાલે નહિ, નાપાસ થયેલા પ્રત્યનો કરવામાં પાસા પડે નહિ. અહીં તો જૂઠ બોલનારનો જલ્દી મેર પડેને સાચું બોલનારને શોધવામ વર્ષો વીતી જાય.

કોલેજમાં નિશા આ વાતાવરણ પ્રમાણે સેટ થઇ ગઈ હતી. પોતે હોશિયાર હતી. કોલેજના પ્રોફેસરો પણ નજદીકથી તેને જાણતા હતા. દરેક પરીક્ષામાં તે અવ્વલ નમ્બરે પાસ હોય. નિશાને ઢગલાબંધ પ્રપોઝ આવતા તે કદી એમાં લક્ષ લેતી નહિ. કદી તે કોઈ યુવક જોડે વાત પણ કરતી નહિ. સવારથી કોલેજ અને લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરતી.

Image Source

મળેલા જીવ ચોપડી વાંચવા માટે મયંક લાયબ્રેરીમાં બેઠો હતો. નિશાને પણ આ પુસ્તક વાંચવું હતું. તેને તપાસ કરતા માલુમ પડ્યું કે મયંક પટેલ જોડે આ પુસ્તક છે. લાયબ્રેરીમાં તે સમયે મયંક ખૂણામાં બારી જોડે બેસીને વાંચતો હતો. ઘડીવાર તો નિશા તેની સામે જ જોઈ રહી. પછી તે ચાલી ગઈ. આમ 3 દિવસ આવુ બન્યું. પછી તો તે પણ બીજા પુસ્તકો લઈને તેની જોડે વાંચતી. મયંક તેની ધૂનમાં જ હોય તે મયંકને જ જોતી તે વાંચતો, લખતો, અને ડ્રોઈંગ પણ કરતો. આ અદાઓ જોઈ નિશા તેના ઉપર મોહિત થઇ. મયંક પણ ત્રાસી નજર તેના ઉપર કરી લેતો. પછી તો બન્નેની નજરો મળતી અને આંખોથી વાતોનો દોર શરૂ થયો. નિશાએ મરેલા જીવ બુકની વાત કરી. મયંકએ જાણીજોઈને ૨ દિવસ પછી આપવાની વાત કરી. તે પણ તેને નજદીકથી નિહારીને ખુશ થતો હતો. જ્યારે નિશાને મયંકએ નોવેલ આપી. તે બંન્ને જોડે જ લાયબ્રેરીમાં જ હતા. નિશાએ નોવેલ ખોલીને જોયું તો તેમાં તેંનું જ આબેહૂબ ચિત્ર દોરેલું હતું. સુંદર કલરથી તેની સજાવટ કરેલી. જેમાંં એક પ્રેમપત્ર અને ગુલાબનું ફુલ પણ આપેલું. નિશાએ આ જોઈને પોતાની આખોનીચે ધરી દીધી. તે મયંકનો સવાલ સમજી ગઈ હતી. થોડીવારમાં તેને ફુલ હાથમાં લીધું અને પોતાના ગાલ ઉપર ફેરવવા લાગી તેના ઈશારાને મયંક સમજી ગયો.

+

તે બન્નેની પ્રથમ અને છેલ્લી મુલાકાત એ લાયબ્રેરીની હતી પછી કદી તે ત્યાં આવ્યા નહિ. હવે તો ગાર્ડન, સરિતા ઉદ્યાન, રિવર ફન્ટ, કે ગાંધીનગર ૨૮નો બગીચો તેમના પ્રિય સ્થળ હતા. બસ અહીં તો એકબીજાને આપવાની ભાવના હતી. બન્નેના જીવ એક્બીજાના હ્દય સુધી પહોંચેલા હતા. ખાસ એકબીજાના હાથોમાં હાથ નાખીને વધુ ફરતા હતા. તો કોઈ બગીચામાં બેસીને એકબીજાની આંખોમાં આખો નાખી વાતો જ કરતા. અહીં બન્નેમાંથી કોઈને ધરાવો ન હતો. ક્યારેક નાસ્તાની લારી ઉપર તો ક્યારેક લાઈવ પકોડા સેન્ટર ઉપર જોવા મળતા. આજે ૩ વર્ષ પુરા થઇ ગયા હતા. આજે મયંક તેના જીવનનું મહત્વનું ચિત્ર દોરવાનો હતો. જયારે ચિત્ર દોરવા બેસે કે જ્યાં સુધી ન દોરાઈ રહે ત્યાં સુધી તે તેમાંજ મંત્ર મુગ્ધ રહેતો. નિશા ચિત્ર દોરાય તે પહેલા મયંક મેં ભેટી પડી. આ મયંક માટેની ત્રણ વરસની પ્રથમ ભેટ હતી.

થોડીવાર પછી બન્ને વિખુટા પડ્યા. મયંક ફટાફટ ચિત્ર દોરવા લાગી ગયો. કલ્પનાઓના રંગ પણ તેમાં નાખ્યા હતા. ચિત્ર દોરતા દોરતા તે પોતાની યાદોને વાગોળતો. આખમાંથી પડતા આશુના ટપકા વોટર કલરમાં ભળી જતા. તે ચિત્ર દોરીને નિશાને આપ્યું અને બંન્ને એકબીજાથી છુટા પડ્યા.

મયંક હોસ્ટેલ જઈને વતનમાં જવા નીકળી ગયો. સવારે નિશા પણ સરોજબહેન જોડે મહેસાણા આવી ગઈ મામાને ત્યાં. ત્યાર પછી બે મહિના વીતી ગયા. બન્ને સદાય એકબીજાની યાદમાં રહેતા. હજુ સુધી કોઈએ કોલ પણ કરેલ નહિ.
ક્યારેક બન્ને યાદોમાં એવા મશગુલ થઇ જતા કે બાજુમાં કોઈ વાત કરતુ એ પણ એમને ખ્યાલ રહેતો નહિ. ઘણીવાર તો અખોમાંથી અશ્રુધારા આવી જતી. થોડા દીવસો પછી નિશાને જોવા એક યુવક પણ આવવાનો હતો. નિશા તે માટે રાજી પણ હતી.

સવારનો સમય હતો નિશા માટે આજે તેનો જીવનસાથી જોવાનો હતો. આજે તેને પેલા સ્ટુપીડ મયંકની યાદ ખુબ જ આવતી હતી. તેનું હ્દય ખુબ દુઃખી હતું. માની મમતા માટે તેને પોતાના પ્રેમનું બલિદાન આપેલું હતું. તૈયારીઓ ઘરમાં ચાલતી હતી. મહેમાનો માટે જમવાનુ બનાવેલ હતું. થોડીવારમાં મહેમાંનો આવી ગયા.નિશાએ બાલ્કનીમાંથી જોયુંને તેના આનઁદનો પાળ ન હતો. નીચે આવીને તેને પોતાની માંને કહ્યું “માં આ યુવાન મને ખુબ ગમે”. તેની માતા હસવા લાગી અને બોલી ‘બેટા, દીકરીના દિલનો હાલ માં નહિ સમજે તો પછી કોણ સમજે.” નિશા તેની માતાને ભેટી પડી.

Image Source

આજે તેની અખોમાં હર્ષના આશુ હતા. બધા એલબીજાને મળ્યા. મયંક પણ આજે ખુબ ખુશ હતો. મયંક અને નિશાનો સમાજ જુદો હતો. બન્ને વિચારમાં પડી ગયા કે આમ કઈ રીતે. નિશાની માતાએ સામેથી જ કહ્યું “બેટા, તારા કાબટમાંથી મને મળેલા જીવની બુક મળી હતી. અને બન્નેને પોતાની પ્રથમ મુલાકાત યાદ આવી જાય છે. મેં મયંકની તારાથી ખાનગીમા કોલેજમાં તાપસ કરાવીને તેનું સરનામું લાવી હતી. બેટા દીકરી જો માતા માટે પ્રેમનું બલિદાન આપવા તૈયાર હોય તો માતાને પણ સમજવું જોઈએ. હું જોવા માગું છું કે મયંક ખરેખર તારી જિંદગીમાં મેગધનુષના રંગો પુરે છે. મયંકની સામે કલર, કાગળ, જરૂરી સામાન આપવામાં આવ્યો.

તેને પોતાની થનાર પત્ની માટે એક નવું ચિત્ર દોર્યું. બન્ને એકબીજામાં ખોવાઈ ગયા.

Author: મયંક પટેલ
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks