ભાવનગરમાં મેડિકલ કોલેજના વિધાર્થીને હોસ્ટેલમાં બોલાવી સિનિયરે આચર્યું દુષ્કર્મ

MBBSના વિદ્યાર્થીએ જૂનિયરને હોસ્ટેલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું, અપ્રાકૃતિક શારિરિક સંબંધ બાંધ્યો, ચેતી જજો બાળકોના વાલીઓ, કળયુગમાં નરાધમો કેવા કેવા કાંડ કરે છે છી….

ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ, યુવતિઓ કે પરણિત મહિલાઓ સાથે દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર તો નરાધમ આરોપીઓ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો જેને લઇને હોબાળો મચી ગયો. આ મામલો ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનો છે. એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીની સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ હતી.

એટલું જ નહીં તેની સાથે અમાનવીય શારિરીક સંબંધ બાંધવામાં આવ્યા હતા. કોલેજના ડીન દ્વારા આ મામલાની પુષ્ટિ પણ કરાઇ હતી. તેમણે જણાવ્યું હતુ કે 12 મેના રોજની આ ઘટના છે, ફરિયાદની તપાસ માટે એક પેનલની રચના કરાઇ છે. કોલેજના ડીને જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી એમડીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેમણે સમિતિને શોધવા માટે નિર્દેશ પણ આપી દીધો છે કે શું તેણે બીજા વિદ્યાર્થીઓને પીડિત કર્યા છે કે કેમ.

File pic

તેમણે આગળ જણાવ્યું કે, પેનલને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત યુજી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં રહેતો હતો અને તેને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) હોસ્ટેલમાં બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે સિનિયર્સે દુષ્કર્મ આચર્યું. કોલેજના એક વિદ્યાર્થીએ કહ્યું કે તેમણે ડીન અને ફેકલ્ટી મેમ્બરને આ વિશે જાણ કરી હતી પણ પીડિત વિદ્યાર્થી ગંભીર આઘાતમાં હોવાથી અને એફઆઈઆર નોંધાવવા માટે તૈયાર ન હોવાથી પોલીસ ફરિયાદ પહેલા તે તેના માતા-પિતાની સલાહ લેવા માંગતો હતો.

File pic

નિલમબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનુસાર, તેઓએ પીડિત વિદ્યાર્થી, તેના પિતા અને તેમના ગામના સરપંચ સાથે બેઠક કરી હતી પણ તેમણે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો. જો કે, તેમણે વિચારવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. 13 મેએ ડીન તરફથી પોલિસને અરજી મળી હતી જે બાદ તેઓ યુનિવર્સિટીના અધિકારીઓને પીડિતને તેના પરિવાર સાથે બીજા દિવસે આવવા અને એફઆઈઆર નોંધવા માટે કહ્યું. પણ પછી તેઓએ સંપર્ક ન કર્યો તો વિદ્યાર્થીના માતા-પિતા કોલેજ બદલવા માટે ડીનનો સંપર્ક કરવા માંગતા હતા.

Shah Jina