મનોરંજન

પ્રસિદ્ધ અભિનેત્રીએ નોંધાવ્યો છેડછાડનો કેસ, બોલ્ડ ફોટોશૂટથી આવી હતી ચર્ચાઓમાં, જાણો સમગ્ર મામલો

મરાઠી ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી માનસી નાઈક સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. માનસી નાઈકે ત્રણ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માનસીએ આરોપ લગાવ્યો છે કે એક પાર્ટી દરમિયાન તેની છેડતી કરવામાં આવી હતી. પરંતુ તેને કોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે એ વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી નથી મળી.

 

View this post on Instagram

 

A post shared by Manasi Naik (@manasinaik0302) on

મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી માનસી નાઈક એક ઇવેન્ટ માટે પુણે ગઈ હતી. પૂણેના યુવા સેના પ્રમુખના જન્મદિવસ પર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે અભિનેત્રી તેનો શો કરી રહી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. માનસીએ એમ પણ આરોપ લગાવ્યો છે કે આ માણસે તેમને સ્ટેજની નજીક ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manasi Naik (@manasinaik0302) on

આ ઇવેન્ટથી પરત આવતાની સાથે જ તેણે કેસ દાખલ કર્યો છે. માનસી નાઈકે મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાકીનાકા પોલીસે રાનગાવ પોલીસને તપાસ સોંપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફરિયાદ ત્રણ લોકો સામે નોંધાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Manasi Naik (@manasinaik0302) on

જણાવી દઈએ કે, આ અભિનેત્રી મરાઠી ફિલ્મોમાં ડાન્સ માટે ખૂબ પ્રખ્યાત છે. માનસી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા તે સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manasi Naik (@manasinaik0302) on

થોડા દિવસો પહેલા માનસીએ તેના સંબંધોની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર કરી હતી. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ‘આ વર્ષે મેં પ્રેમ અને પ્રતિબદ્ધતા સાથે પોતાને ભેટ આપવાનું નક્કી કર્યું છે. વિચારો.. મને શું મળ્યું? એક મહેનતુ, સમર્પિત, વફાદાર અને પ્રતિબદ્ધ વ્યક્તિ. હા હું પ્રેમમાં છું પ્રદીપ ખરેરા મારી દુનિયામાં આપનું સ્વાગત છે. મને જન્મદિવસની શુભકામના.’

 

View this post on Instagram

 

A post shared by Manasi Naik (@manasinaik0302) on

માનસી ટેલિવિઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. લોકપ્રિય આઇટમ નંબર રિક્ષાવાલા, બાઇ વાડ્યાવર યા અને અન્ય ગીતો સાથે તે ચર્ચામાં આવી હતી. આ સિવાય માનસી ઘણા ટેલિવિઝન શોમાં પણ જોવા મળી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.