તાજેતરમાં જ હરિયાણાના યમુનાપુરથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામેં આવી છે.જ્યા એક યુવકે પોતાની નવી બીએમડબલ્યુ ગાડીને નદીમાં ધકેલી દીધી હતી.આ વ્યક્તિએ આ કારનામો જાતે જ કરીને તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો.

વાત કંઈક એવી છે કે આ વ્યક્તિએ પોતાના માતા-પિતા પાસેથી ભેંટ સ્વરૂપે જગુઆર ગાડીની માંગ કરી હતી પણ માતા-પિતાએ તેને જગુઆરને બદલે બીએમડબલ્યુ ગાડી ભેંટમાં આપી જેને લીધે તે નારાજ થઇ ગયો હતો. ગુસ્સામાં ભરાયેલા આ યુવકે પોતાની આ નવી બીએમડબલ્યુ ગાડીને નદીમાં વહેડાવી દીધી અને જાતે જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
નવી નવેલી સફેદ રંગની બીએમડબલ્યું ગાડીને પાણીમાં ડુબાડતા જોઈને ત્યાં હાજર લોકોએ આ ઘટનાની જાણ પોલીસને આપી દીધી.એવામાં અન્ય લોકોને પણ જયારે આ ઘટનાની જાણ થઇ તો તેઓ પણ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ગાડી નદીમાં વચ્ચે જઈને અટકી ગઈ હતી.પોલીસ અને પ્રસાશને ગોતાખોરો અને એનડીઆરએફને પણ બોલાવી લીધા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગાડીમાં કોઈ હોઈ શકે છે. લોકોનું માનવું છે કે ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈને નદીમાં જઈને પડી હતી.જેના પછી ગાડીને દોરડા વડે બાંધવામાં આવી અને લગભગ 5 કલાકની મહેનત પછી ગાડી મુશ્કિલથી બહાર આવી શકી.
ગાડી બહાર આવવા પર ગોતાખોરોએ જણાવ્યું કે ગાડીમાં કોઈપણ ન હતું.આ વચ્ચે વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થવા લાગ્યો હતો, પણ યુવકના પિતાએ આ બધી વાતોનો ઇન્કાર કરી દીધો હતો.

પોલીસે આ ઘટનાનો મામલો પણ દર્જ કરાવ્યો છે. જો કે આ પુરી ઘટનામાં પિતા કે દીકરાના નામનો ખુલાસો થયો નથી.પણ આવા બગડેલા દીકરાના આવા ગુસ્સાને જોઈને દરેક કોઈ હેરાનીમા છે.
જુઓ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks