ખબર ફિલ્મી દુનિયા

પ્રેમ માટે હિન્દૂથી મુસલમાન બની ગઈ હતી આ એક્ટ્રેસ, ડ્રગ માફિયાથી જોડાયું નામ તો અચાનક જ છોડી દીધું હતું બૉલીવુડ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ એન્ગલની તપાસમાં અત્યાર સુધી બૉલીવુડના ઘણા સિતારાઓના નામ સામે આવી ચુક્યા છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકૂલપ્રીત સિંહ, સિમોન ખંબાટા અને મધુ માંતેનાં શામેલ છે. આ પહેલી વાર નથી કે બૉલીવુડ એક્ટ્રેસનું નામ ડ્રગ સ્કેન્ડલથી જોડાયું છે.

Image Source

90ના દાયકાથી મશહૂર એક્ટ્રેસ મમતા કુલકર્ણીનું નામ ડ્રગ માફિયા વિકી ગોસ્વામીનું નામ જોડાયું હતું. 20 વર્ષ પહેલા મમતા કુલકર્ણી અચાનક જ બૉલીવુડ છોડીને ગાયબ થઇ ગઈ હતી.
મમતા કુલકર્ણી તેની ફિલ્મો કરતા વધારે વિવાદના કારણે ચર્ચામાં રહી હતી. 1993માં સ્ટારડસ્ટ મેગેઝિનમાં ટોપલેસ થવાથી માંડીને ઇસ્લામ ધર્મ અપનાવવા સુધી મમતા અને વિવાદો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

Image Source

મમતાએ 1992માં તિરંગા ફિલ્મથી તેની કારકીર્દિની શરૂઆત કરી હતી. આ બાદ તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. પરંતુ 2000 પછી મમતા અચાનક જ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

મમતા કુલકર્ણીને ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીને પ્રેમ કરતી હતી. વિકી જયારે જેલમાં હતો ત્યારે તેને બહાર કાઢવા માટે તેણે બોલીવુડને અલવિદા કહીને દુબઈમાં સ્થાયી થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મમતા કુલકર્ણીએ અન્ડરવર્લ્ડ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા.

Image Source

મે 2016માં એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, વિકીને લાગ્યું કે જો તેણે દુબઈ જેલમાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો તો કાયદામાં તેની સજા ઓછી થઈ જશે. અહેવાલો અનુસાર કાયદાની ચુંગાલમાંથી બચવા માટે વિકીએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

કહેવામાં આવે છે કે,વિકીના પ્રેમમાં પાગલ મમતા કુલકર્ણી પણ મુસ્લિમ બની હતી. વિકીએ તેનું નામ યુસુફ અહમદ અને મમતાનું નામ આયેશા બેગમ રાખ્યું છે. ત્યારબાદ વિકી ગોસ્વામીની 15 વર્ષ જેલમાં રહ્યા બાદ તેની 10 વર્ષની સજા ઓછી કરી દીધી હતી.

Image Source

વિકીએ 2013માં મમતા સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં બંને કેન્યાના મોમ્બાસામાં રહે છે. જોકે મમતા હંમેશાં તેના લગ્નના સમાચારોને અફવા ગણાવે છે. મમતાના કહેવા પ્રમાણે, “મેં ક્યારેય કોઈ સાથે લગ્ન કર્યા નહોતા અથવા મારે હવે લગ્ન નથી કરવા. એ વાત સાચી છે કે હું વિકીને પ્રેમ કરું છું. પરંતુ હવે તેને ખબર હશે કે મારો પહેલો પ્રેમ ઈશ્વર છે.

દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ ફિલ્મ ‘ચાઇના ગેટ’ માં મમતાને લીડ એક્ટ્રેસ તરીકે લીધી હતી. શરૂઆતના ઝઘડા બાદ સંતોષીએ મમતાને ફિલ્મમાંથી કાઢવા માંગતો હતો. અહેવાલો અનુસાર, અંડરવર્લ્ડનું દબાણ વધ્યા બાદ તેને આ ફિલ્મમાં તેને કાસ્ટ કરવામાં આવી હતી. બાદમાં મમતાએ સંતોષી પર જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો.

1992માં ફિલ્મ ‘તિરંગા’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી મમતા કુલકર્ણીને 1993 માં આવેલી ફિલ્મ ‘આશિક આવરા’થી તે સ્ટાર બની ગઈ હતી. તેમને આ ફિલ્મ માટે ‘ફિલ્મફેઅર ન્યૂ ફેસ’ એવોર્ડ મળ્યો હતો. આ પછી તે ‘વક્ત હમારા હૈ’, ‘ક્રાંતિવીર’, ‘કરણ અર્જુન’, ‘બાજી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ કભી તુમ કભી હમ 2002 માં રિલીઝ થઈ હતી.

Image Source

એક સમયે પોતાની બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહેનારી મમતા સાધ્વી પણ બની હતી. બોલિવૂડના રસ્તાઓ છોડીને તેણે આધ્યાત્મિકતાનો માર્ગ પકડ્યો હતો. 2013 માં તેમણે તેમનું પુસ્તક ‘ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગીની’ બહાર પાડ્યું હતું.

ફિલ્મ જગતને અલવિદા કહેવાનું કારણ જણાવતા મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, ‘કેટલાક લોકો વિશ્વના કામ માટે જન્મે છે, જ્યારે કેટલાક ભગવાન માટે જન્મે છે. હું ભગવાન માટે જન્મી છું.

Image Source

20 એપ્રિલ 1972માં મુંબઇના મરાઠી પરિવારમાં જન્મેલી મમતા કુલકર્ણીની બે બહેનો, મિથિલા અને મોલિના છે. મમતાએ 90 ના દાયકામાં ‘આશિક આવારા’ અને ‘કરણ-અર્જુન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.