મનોરંજન

એરપોર્ટ ઉપર જોવા મળ્યો મલાઈકાનો સ્ટાઈલિશ લુક, ખુબ જ શાનદાર અંદાજમાં આપ્યા ફોટોગ્રાફરને પોઝ

ફેશન અને ફિટનેસ ક્વિન મલાઈકા અરોડા આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે. તે ઘણી જગ્યાએ સ્પોટ થતી જોવા મળે છે અને આ દરમિયાન તે ખબરપત્રીઓના કેમેરાની નજરમાં પણ આવી જાય છે સાથે તે ફોટોગ્રાફરને પોતાના સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપવાનું પણ નથી ચૂકતી.

Image Source

હાલ મલાઈકા એરપોર્ટ ઉપર સ્પોટ થઇ હતી. જ્યાં તેનો સ્ટાઈલિશ અને શાનદાર લુક જોવા મળ્યો જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. સાથે તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

Image Source

પોતાના એરપોર્ટ લુક માટે મલાઈકાએ ગ્રે સ્પોર્ટ્સ બ્રાની સાથે હાઈ વેસ્ટ ડેનિમ જીન્સ પહેર્યું હતું. જેને આકર્ષક લુક આપવા માટે તેને સફેદ શર્ટ પણ કેરી કર્યું હતું.

Image Source

મલાઈકાએ પોતાના લુકને વધુ શાનદાર બનાવવા માટે મેકઅપ લુક અપનાવ્યો હતો. સાથે જ તેને પોતાના આ લુકને પૂર્ણ કરવા માટે સફેદ સૂઝ અને સાથે સ્ટાઈલિશ હેન્ડબેગ પણ કેરી કર્યું હતું.

Image Source

મલાઈકાના હાથમાં જે ઓરેંજ કલરનું બેગ જોવા મળી રહ્યું છે તે પણ ખુબ જ આકર્ષક છે. આ ઓરેન્જ રંગનું બેગ ગુચી કંપનીનું છે. જે મલાઈકાના હાથમાં ખુબ જ સુંદર લાગી રહ્યું છે.

Image Source

મલાઈકાની આ તસવીરો જોઈને એટલું તો ચોક્કસ કહી શકાય કે મલાઈકા ફેશનના મામલામાં ખુબ જ આગળ છે અને એટલે જ તેની ફેશન સેન્સને ઘણા લોકો ફોલો પણ કરે છે. મલાઈકાની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ જતી હોય છે.