ઢોલીવુડ મનોરંજન

મહેશ કનોડિયા આટલા અલગ-અલગ પ્રકારના અવાજમાં ગીત ગાઈ શકતા હતા, ખુદ લતા મંગેશકરે કરી હતી પ્રશંસા, વાંચો સમગ્ર વિગત

પાટણના પૂર્વ સાંસદ, ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર અને સુપરસ્ટાર નરેશ કનોડિયામાં મોટાભાઈ મહેશ કનોડીયાએ 83 વર્ષની વયે 25 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
મહેશ કનોડિયા ‘મહેશ કુમાર એન્ડ પાર્ટી’ થી જાણીતા હતા.

Image source

મહેશભાઈનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામડામાં થયો હતો. મહેશના પિતાજી મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ ટુવાલ, સાડી જેવા કપડાં બનાવતા હતાં. મહેશભાઈને કુલ 3 ભાઈઓ હતા. નરેશ, શંકર અને દિનેશ.

Image source

મહેશ કનોડિયા ઉમદાગાયક હતા. તેના કંઠમાં સરસ્વતી વસતી હતી. મહેશ સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગીત ગાઈ શકતા હતા. મહેશ કનોડિયા 32 અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત છે.

Image source

મહેશ કનોડિયાએ લતા મંગેશકર, અનુરાધા પૌડવાલ, મુકેશ, સુરેશ વાડકર, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, કિશોરકુમાર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, ઉદિત નારાયણ કરસન સાગઠિયા જેવા દિગ્ગ્જ લોકોના અવાજમાં ગીત ગાયેલા છે. મહેશ કનોડિયાની આ ખાસિયતને લઈ લતા મંગેશકર પણ પ્રભાવીત થઇ પ્રશંસા કરી હતી.

Image source

મહેશ કનોડિયાની જોડીએ લોકસંગીત ગરબા અને બીજી ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. વધુમાં તેમણે છોટા આદમી, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, મેરી દોસ્તી તેરા પ્યાર, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, પ્યાર મહોબત, મેરા ફેંસલા, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.

Image source

ભારત બહાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહેશ-નરેશની જોડી સ્ટેજ પર્ફોમન્સ આપનારી પ્રથમ જોડી હતી. મહેશ-નરેશની જોડી એ 1980ના દાયકામાં એશિયાના કેટલાંક દેશો, આફ્રિકા અને અમેરિકામાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. જે બાદ ગુજરાતમાં પણ તેમના અનેક શો થયા હતા.

Image source

મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ સિવાય, ગરબા, આલ્બમો અને લોકસંગીતમાં પણ સંગીત આપ્યું છે. આ સિવાય અનેક હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. મહેશ કનોડિયાએ કન્નડ ફિલ્મમાં એક સંગીતકારની ભૂમિકા ભજવી હતી.

Image source

મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે વેલીને આવ્યા ફૂલ (1970)જીગર અને અમી (1970)તાનારીરી (1975)તમે રે ચંપો ને અમે કેળ વણઝારી વાવ, સાજણ તારા સંભારણા, ભાથીજી મહારાજ, હિરણને કાંઠે, મરદનો માંડવો, ઢોલા મારુ,જોડે રહેજો રાજમાં સંગીત આપ્યું છે.

Image source

મહેશ કનોડિયાને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. જેમાં 1970-71માં જીગર અને અમી માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ મળ્યો હતો. 1974-75માં તાનારીરી માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સિવાય અનેક ફિલ્મો માટે એવોર્ડ મળ્યા હતા.