ખબર

જો LIC ડૂબી જશે તો સામાન્ય માણસ પર આની શું અસર પડશે? વાંચો આ ખાસ અહેવાલ ક્લિક કરીને

એક સામાન્ય માણસને પૈસાનું રોકાણ કરવું હોય તો તેઓ LICના જીવન વીમાને એક સુરક્ષિત વિકલ્પ માને છે. 29 કરોડ વીમા પોલિસી આ વાતની પુષ્ટિ કરે છે. પરંતુ નાણાકીય વર્ષ 2019-20નું બીજું ક્વાર્ટર LIC માટે સારું નથી જઈ રહ્યું.

એક અહેવાલ અનુસાર, આ દરમ્યાન LICના કુલ એસેટ એટલે કુલ પરિસંપત્તિઓમાં 57 હજાર કરોડની કમી આવી છે. જૂનમાં ખતમ થયેલા ક્વાર્ટરમાં LICના શેર પોર્ટફોલિયો એટલે કે બજારમાં થયેલા રોકાણનું મૂલ્યાંકન 5.43 લાખ કરોડ હતું. જે આ ક્વાર્ટરમાં ઘટીને 4.86 લાખ કરોડ રહી ગયું છે. LICએ જે મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે, એ મોટા નુકશાનમાં છે. ઉપરથી IDBI જેવી NPA થી દબાયેલી બેંકોમાં નિર્ણાયક ભાગની ખરીદી થઇ છે.

Image Source

LICએ 21000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 51 ટકા ભાગ ખરીદ્યો હતો. પરંતુ આટલું રોકાણ પણ IDBIની હાલત સુધારી ન શક્યું. જૂન 2019માં ખતમ થયેલા પહેલા ક્વાર્ટરમાં IDBIને 3800 કરોડનું નુકશાન થયું છે. હવે ફરી LIC અને સરકાર મળીને 9300 કરોડ રૂપિયા IDBI બેંકને આપવાના છે.

IDBIમાં LICને 51 ટકા ભાગીદારી મળ્યા બાદ RBIએ આને ખાનગી બેંકની કેટેગરીમાં નાખી દીધી છે. આ બેંક પહેલા સરકારી બેંક હતી. આની ખરાબ હાલત સરકારી હતી એ વખતે જ થઇ ગઈ હતી. IDBI સિવાય LIC એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), અલાહાબાદ બેંક અને કોર્પોરેશન બેંકમાં પણ ભાગીદારી વધારી છે. આ બધી જ સરકારી ક્ષેત્રની બેંક છે.

Image Source

બેન્કિંગ સેક્ટર અને ખાસ કરીને સરકારી બેંકોની ખસ્તા હાલત કોઈનાથી છુપાયેલી નથી. સરકાર પણ માને છે કે NPA એટલે કે ફસાયેલા દેવાને કારણે બેન્કિંગ સેક્ટર પડકારોનો સામનો કરી રહ્યું છે.

RBIના રિપોર્ટ બાદ આલોચના વધી –

RBI એ રિપોર્ટ જારી કર્યો છે, જેમાં 1988થી 2019 સુધી LIC તરફથી પ્રાઇવેટ અને સરકારી ક્ષેત્રોમાં થયેલા રોકાણના આંકડા આપ્યા છે. આ રિપોર્ટ અનુસાર, LICનું બજારમાં રોકાણ 2014થી 2019 વચ્ચે લગભગ બેગણું થઇ ગયું છે. એટલે કે LICના 1956માં બનવાથી લઈને 2013 સુધીમાં જેટલું બજારમાં રોકાણ કર્યું હતું, લગભગ એટલું જ રોકાણ છેલ્લા 5 વર્ષોમાં કરી દીધું છે.

Image Source

1956થી 2013 સુધી LICએ બજારમાં 13.48 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2014થી 2019 વચ્ચે LICનું કુલ રોકાણ વધીને 26.61 લાખ કરોડ થઇ ગયું છે. એટલે કે 5 વર્ષોમાં લગભગ 13.13 લાખ કરોડ રૂપિયાનું રોકાણ.

આનાથી સામાન્ય માણસ પર સીધી જ અસર પડશે. કારણ કે LICમાં લોકોએ પૈસા રોક્યા છે, એટલે આ પૈસા લોકોના છે. જો LICને રોકાણમાં નુકશાન થશે તો લોકોને મળનાર રિટર્નમાં પણ કમી આવવાની આશંકા છે.

Image Source

જયારે પણ સરકાર કોઈ ડૂબતી કે કર્જથી ઝૂઝતી સરકારી ક્ષેત્રની કંપનીમાં પૈસા લગાવે છે તો LICના પોર્ટફોલિયો પર અસર પડે છે. LIC પર મોટો આરોપ છે કે એ સરકારના દબાવમાં ડૂબતી કંપનીઓમાં પૈસા લગાવે છે.

LICને જે શેરોમાં આ ક્વાર્ટર દરમ્યાન જે 57 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે, એમાં મોટો ભાગ સરકારી ક્ષેત્રની કંપનીઓનો છે. જેમ કે SBI, ONGC, કોલ ઇન્ડિયા, NTPC અને ઇન્ડિયન ઓઇલ. જયારે, ITC, L&T, રિલાયન્સ, ICICI બેંક જેવી ખાનગી કંપનીઓમાં LICના રોકાણને નુકશાન થયું છે.

Image Source

જો આમ જ ચાલતું રહ્યું તો સરકારના કમાઉ પુતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને જો કમાઉ પુતને તકલીફ થઇ તો સીધું નુકશાન સામાન્ય લોકોને થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.