લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની પોલીસે ઘણા લોકોએ રહીને રાખી હોય છે. જો તમે પણ પોલીસે લઇ રાખી હોય તો આ ખબર તમારા માટે જરૂરી છે. LICએ પોલિસી કલેમને લઈને એક મોટો બદલાવ કર્યો છે.

અત્યાર સુધી LIC વીમા ક્લેમની રકમ માટે ચેકઅથવા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કરતી હતી. પરંતુ LICએ હવે પોલિસીની રકમ ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં જ કરવામાં આવે છે. LICએ પોલિસી ધારકોને કહ્યું છે કે, તે પોલિસી ક્લેમ અથવા લોનની પ્રોસેસ કરવા માંગતા હોય તો તે લોકો તેની બેંક એકાઉન્ટ સાથે પોલિસી લિંક જરૂર કરાવી લે. બેંક એકાઉન્ટ સાથે લિંક ના કરવા પર તમારા પોલીસીના પુરા પૈસા ફસાઈ શકે છે. કોઈ પણ તકલીફથી બચવા માટે તમારા કૂઇ પણ બેન્ક એકાઉન્ટ સાથે પોલિસીને લિંક કરાવી દો.

LICના એક એજન્ટે મીડિયાને જણાવ્યું હતું કે, LICએ હવે પોલીસી ક્લેમ સીધા ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જ પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં કોઈ પણ LIC ગ્રાહકે હજુ સુધી પોલિસી સાથે બેન્ક એકાઉન્ટએ લિંક ના કર્યું હોય તો તુરંત જ કરાવી લો.

કોઈ પણ ગ્રાહકને તેની પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવાનું બેહદ આસાન છે. આ માટે ગ્રાહકે તેના બેંક એકાઉન્ટનો કેન્સલ ચેક અથવા બેન્ક પાસબુકના ફ્રન્ટ પેજની ઝેરોક્ષ LIC બ્રાન્ચમાં જમા કરાવવાની રહેશે. ઓફિસ આવીને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવવા પર એક એનઈએફટી મેન્ડેન્ટ ફોર્મ ભરવું પડશે. આ આ કર્યા બાદ એક અઠવાડિયા બાદ તમારી પોલિસીને બેંક એકાઉન્ટ સાથે લિંક કરી દેવામાં આવશે. બેન્ક એકાઉન્ટ લિંક થયા બાદ LIC થી મળનારા પૈસા સીધા તમારા ખાતામાં જ આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.