ખબર

લતા મંગેશકરની તબિયતને લઇ આવ્યા મોટા સમાચાર, હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને…જાણો વિગત

“ભારત રત્ન” સન્માનિત અને કરોડો લોકો જેના ચાહક છે, જેનો આવાજ આજે પણ કાનમાં એટલી જ મધુરતા આપે છે એવા ભારતના શ્રેષ્ઠ ગાયિકા લતા મંગેશકરની તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Image Source

28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 90મોં જન્મ દિવસ લતા મંગેશકરે ઉજવ્યો હતો. રવિવારે રાત્રે 2 વાગે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયતમાં જલ્દી સુધાર આવે એ માટે બોલીવુડની ડ્રિમગર્લ હેમા માલિનીએ પણ ટ્વીટ કરી પ્રાર્થના કરી હતી.

Image Source

હેમામાલિનીની ટ્વીટને જોતા લતાજીની તબિયત વધુ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હેમા માલિનીએ ટ્વીટમાં લખ્યું હતું : “લતા મંગેશકરજી માટે પ્રાર્થના, જે હોસ્પિટલમાં ભરતી છે અને આ સમાચાર છે કે તેમની હાલત ગંભીર છે. ભગવાન તેમને આ સંકટમાંથી બહાર નીકળવાની શક્તિ આપે જેનાથી તે અમારી સાથે જોડાયેલા રહે. રાષ્ટ્રની ભારત રત્ન, ભારતની કોકિલા લતાજી માટે પ્રાર્થના કરું છું.”

એક વેબસાઈટ સાથે વાત કરતા લતાજીની બહેન ઉષાજી દ્વારા જાણવા મળ્યું કે : “લતા દીદી 90 વર્ષના થઇ ચુક્યા છે. પરંતુ અત્યારે એ ઠીક છે. ડોકટરે અમને જણાવ્યું છે કે હવે અમે એમને ઘરે લઇ જઈ શકીએ છીએ, પરંતુ અમે એમની ઉંમરને જોતા હજુ તેમને 1-2 દિવસ હોસ્પિટલમાં વધુ રાખવાનો નિર્ણય કર્યો છે.”

Image Source

લતાજીની બીમારી વિશે જણાવતા ઉષાજી એ કહ્યું: “લતાજીને વાયરલ તાવ અને પેટની સમસ્યા હતી, આજકાલ દવાઓ અને ટેક્નિક સારી હોવાના કારણે તે કામ કરે છે. પરંતુ જેવી રીતે મેં કહ્યું તેમ તમની ઉંમર 90 વર્ષની છે, એટલા માટે તેમને હોસ્પિટલમાં રાખવા જ અનુકૂળ છે. ઘરે તેમનો ઈલાજ કરવો યોગ્ય નહીં રહે.”
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.