ફિલ્મી દુનિયા

પ્રખ્યાત થયા પછી બદલાયુ રાનુ માંડલનું વર્તન, લતા મંગેશકરે પહેલા જ આપી હતી સલાહ, વાંચો રાનુ માંડલની સાચી હકીકત

શોશિયલ મીડિયા કોઈને પણ રાતોરાત સ્ટાર બનાવી શકે છે તો કોઈને રાતોરાત  જમીન જમીન ઉપર પણ લઇ આવે છે. આવું જ આજકાલ રાનુ માંડલ સાથે બનતું જોવા મળી રહ્યું છે.

Image Source

કલકત્તાના રેલવે સ્ટેશન ઉપર ગીત ગાઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓના કારણે રાતોરાત સ્ટાર બનેલી રાનુ માંડલને આખા દેશનો ખુબ જ પ્રેમ મળ્યો હતો તેના વિડિઓ પણ સોશિયલ મીડિયામાં એટલા વાયરલ થવા લાગ્યા હતા કે આખો દેશ તેના સુરીલા આવાજનો દીવાનો બની ગયો હતો.

Image Source

બૉલીવુડ સુધી રાનુનો આવાજ પહોંચ્યો અને એમાં પણ ફિલ્મ અભિનેતા અને ગાયક હિમેશ રેશમિયાએ તો રાનુ માંડલને એક મોટું પ્લેટફોર્મ જ આપી દીધું. બૉલીવુડ તરફથી રાનુને એક મોટા કલાકારની જેમ જ શુભકામનાઓ અને ભેટ સોગાદો મળવા લાગી, રાતોરાત રાનુની કિસ્મત બદલાઈ ગઈ. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મથી લઈને આલીશાન ફેલ્ટ સુધી રાનુ માંડલ પોતાના એક ગીત સાથે પહોંચી ગઈ.

Image Source

રાનુના અવાજને પણ લોકો એટલો જ પસંદ કરવા લાગ્યા. જે રાનુ માંડલ સામે એક સમયે કોઈ જોવા માટે પણ તૈયાર નહોતું ત્યાં આજે તેના લાખો ચાહકો તેની સાથે સેલ્ફી લેવાની ઈચ્છા રાખતા થઇ ગયા. રાનુની પ્રસિદ્ધિ એવી વધી ગઈ કે હવે તે રિયાલિટી શોમાં મહેમાન બનીને પણ જવા લાગી. ઘણા લોકોએ તેને નિમંત્રણ આપી પોતાના પ્રોગ્રામમાં પણ બોલાવી.

આજે પણ રાનુ માંડલના વિડિઓ વાયરલ થઇ રહ્યા છે પરંતુ એ તેના કોઈ ગીતના નહિ પરંતુ તેના અસભ્ય વર્તનના છે. હાલમાં જ આવેલા એક વિડીઓમાં જોવા મળ્યું કે રાનુની કોઈ ચાહક તેની સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરવા માટે રાનુને બોલાવે છે પરંતુ રાનુ માંડલ તેની સાથે અસભ્ય વર્તન કરે છે આ ઘટના પાસે ઉભેલ કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ પણ કરી લે છે. જેના કારણે આજે સોશિયલ મીડિયામાં રાનુ માંડલનો આ વિડિઓ ખુબ જ ચર્ચામાં આવ્યો છે.

 

 

એ આગાઉ પણ રાનુએ એક પત્રકારની સામે ઉભા રહી અને તેને ધ્યાન બહાર કર્યાનો વિડિઓ પણ વાયરલ થયો હતો જેને લઈને પણ લોકોએ ઘણી જ ટીકા કરી હતી.  જે લોકો રાનુને સ્ટાર બનાવી હતી એજ લોકો આજે રાનુના અસભ્ય વર્તન સામે રોષ ફેલાવી રહ્યા છે. જે સોશિયલ મીડિયા દ્વારા રાનુ પ્રખ્યાત થઇ હતી એજ સોશિયલ મીડિયામાં આજે તેની આબરૂ લોકો ઉછાળી રહ્યા છે. લોકો હવે એમ પણ કહે છે કે “રાનુને સફળતા પચી નહિ.”

Image Source

પરંતુ આ વાત લતા મંગેશકરે 2 મહિના આગાઉ જ કહી હતી. આપણે સૌ જાણીએ છીએ કે રાનુ એ લતા મંગેશકર દ્વારા ગાયેલું એક ગીત “ઈક પ્યાર કા નગમા હે” ગાઈને જ સફળતા મેળવી હતી. રાનુ પ્રખ્યાત થયા બાદ લતાજીએ કહ્યું હતું: “મારા નામ અને કામથી જો કોઈનું ભલું થાય છે તો હું મારી જાતને ખુશકિસ્મત સમજુ છું., પરંતુ મને નથી લાગતું કે કોઈની નકલ કરવાથી સફળતા વધુ સમય સુધી ટકી શકે છે. મારી, કિશોર દા, રફી સાહેબ અને મુકેશભાઈના ગીતો ગાઈને નવા ગાયકોની સફળતા વધુ સમય સુધી ટકી નથી શકતી”

Image Source

લતાજીની આ વાતથી ઘણા લોકો ઉશ્કેરાયા હતા અને લતાજીને પોતાની સલાહ પોતાની પાસે જ રાખવાની પણ સલાહ આપી દીધી હતી અને રાનુ માંડલના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ લતાજી સુપ્રસિદ્ધ, અનુભવી અને વિનમ્ર ગાયિકા છે. તેમના જેટલી સફળ ગાયિકા વિશ્વના ઇતિહાસમાં નહિ મળે ત્યારે તેમને આપેલું એ નિવેદન જાણે આજે સાચું પડતું હોય તેમ લાગી રહ્યું છે.

ઇન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની જનાર રાનુ મંડલની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જે જોઈને લોકોએ મીમ્ઝ બનાવીને પણ શૅર કર્યા છે.

આ તસવીરોમાં રાનુ ખૂબ જ સુંદર લહેંગામાં જોવા મળે છે પરંતુ તેણે જે મેકઅપ એવો ખતરનાક કર્યો છે એ તેને સારી દર્શાવવાના બદલે તેના લુકને ખૂબ જ બગાડી રહ્યો છે.

આ તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે રાનુ કોઈ બ્યૂટી પાર્લર અથવા તો સલૂનના કાર્યક્રમમાં હાજરી આપી હોય.રાનુએ જે મેકઅપ કર્યો છે, તેણે લુક્સને એવી રીતે બગાડ્યો છે કે એક નજરમાં તો તેને ઓળખવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયાએ તેને તેની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણા ગીતો ગાયા છે

આ તસવીરોમાં તે એક સુંદર લહેંગામાં જોવા મળી રહી છે, પરંતુ તેનો મેકઅપ તેના દેખાવને સારા બતાવવાને બદલે બગાડતો હોય તેવું લાગી રહ્યું છે.

લોકો હવે આ માટે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામમાં તેની મજાક ઉડાવી રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ભારે મેકઅપમાં જોવા મળી રહી છે.

ઘણા બધા લોકોએ રાનુને સલાહ આપી અને પૂછ્યું કે તારે મેકઅપની શું જરૂર છે. તો એક તસવીર પણ વાયરલ થઈ જેમાં રાનું મંડલનો ચહેરો એકદમ ગોરો દેખાઈ રહ્યો છે,

જેના પર લોકો જુદા જુદા મેમ્સ શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને રાનુ મંડલને નન બનાવી છે.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઈને સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત પ્રખ્યાત બનેલા રાનુ મંડલ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

આ નવી તસ્વીરોમાં તેણે ડિઝાઇનર કપડાં પહેર્યા છે અને ભારે મેકઅપ કર્યો છે. લોકો રાનુના મેકઅપની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જો કે કેટલાક લોકો એમ પણ કહે છે કે રાનુની તસવીર ફોટોશોપ કરાઈ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App