RBIએ KYCના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નવા નિયમો અંતર્ગત, હવે કેવાયસી (Know Your Customer) કરાવવું વધુ સરળ બન્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ માસ્ટર કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે, જેનો અર્થ છે કે કેવાયસી પ્રક્રિયા હવે મોબાઇલ વિડીયો વાતચીતના આધાર પર થઇ શકશે. એટલે કે, હવે તમારે કેવાયસી કરાવવા માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં. હવે, તમે ગમે ત્યાં બેસીને વિડીયો બેસ્ડ કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP) દ્વારા કેવાયસી કરવી શકશો.

RBI દ્વારા નિયંત્રિત બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી), વોલેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ માટે આ મોટી રાહત છે. દૂરના વિસ્તારોમાં રહેતા ગ્રાહકોને હવે સરળતા થશે અને ખર્ચ પણ ઘટશે. આ સિવાય, કેન્દ્રીય બેંકે આધાર અને અન્ય ઇ-દસ્તાવેજો દ્વારા ઇ-કેવાયસી અને ડિજિટલ કેવાયસીની સુવિધા આપી છે.

તમને જણાવી દઈએ કે, બેંક, એનબીએફસી અને લોન આપતી તમામ સંસ્થાઓ વિડીયો બેસ્ડ કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP) નો ઉપયોગ કરીને કેવાયસી કરાવી શકશે. તેથી જો તમે પણ લોન લઈ રહ્યા છો અને કોઈ કારણોસર તમારું કેવાયસી નથી થઇ રહ્યું, તો પછી તમે આ વિડીયો કેવાયસીનો ઉપયોગ કરીને જલ્દીથી જલ્દી તમારું કાર્ય પૂર્ણ કરી શકો છો. આ નવી પદ્ધતિથી દૂર-દૂરના વિસ્તારમાં મોટો ફાયદો થશે.

આરબીઆઈ દ્વારા જારી કરાયેલ જાહેરનામા અનુસાર, ગ્રાહકોની ઓળખ સરળ બનાવવા માટે કેન્દ્રીય બેંકે ગ્રાહકની પરવાનગી આધારિત વૈકલ્પિક સિસ્ટમ તરીકે વિડીયો બેસ્ડ કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP) રજૂ કરી છે. આ કેવાયસી સંમતિના આધારે કરવામાં આવશે. એટલે કે, વિડીયો કરવા માટે બેંકે પહેલા ગ્રાહકની સંમતિ લેવી આવશ્યક હશે. એ પછી જ તે આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. કેવાયસી કરતી વખતે, બેંકોએ એ વાતનું ધ્યાન આપવું પડશે કે પાનકાર્ડની તસ્વીર ખૂબ સ્પષ્ટ હોવી જોઈએ. બીજી તરફ, જો ગ્રાહકો બેંકને ઇ-પાન આપે છે, તો તે સ્થિતિમાં આવું નહિ થશે.

આ સિવાય આરબીઆઈએ કેટલીક વધુ શરતો પણ જારી કરી છે. આ શરતો અનુસાર, બેંકો કેવાયસી કરવા માટે વિડીયો કોલ ફક્ત બેન્કના ડોમેનથી જ કરી શકશે. એટલે કે, બેન્કો ગૂગલ ડ્યૂઓ અને વોટ્સએપ જેવી એપ્સ દ્વારા વીડિયો કોલ કરી નહિ શકે. આ સાથે, વિડીયો કેવાયસી પ્રક્રિયા શરૂ કરતા પહેલા બેંકોએ એપ્લિકેશન અને વેબસાઇટને લિંક કરવાની રહેશે. આ પછી જ, બેંકો આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકશે. જાહેરનામા મુજબ, VCIP ની પ્રક્રિયા માટે ફક્ત પ્રશિક્ષિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, જે આ પ્રક્રિયા કરશે.

આ જોગવાઈ હેઠળ, દૂર-દૂરના વિસ્તારોમાં હાજર નાણાકીય સંસ્થાના અધિકારીઓ ગ્રાહકને પાન અથવા આધારકાર્ડ અને કેટલાક પ્રશ્નો દ્વારા ઓળખી શકશે. એજન્ટને ખાતરી કરવી પડશે કે તે દેશમાં જ હાજર છે. આ કરવા માટે, ગ્રાહકની જીઓ લોકેશન કેપ્ચર કરવી પડશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.