રસોઈ

કોપરા પાક રેસિપી 😋 મિત્રો આજે ઘરે જ બનાવો કોપરા પાક, નોંધી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ

મિત્રો, આજે જ બનાવો સ્વીટ સ્વીટ કોપરા પાક અને આ ઘરે બનાવેલા કોપરા પાક થી ભાઈ નું મોઢું મીઠું કરો…

કોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.
આ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે.

તો ચાલો આજે બનાવીએ ભાઈ બીજ સ્પેશિયલ મીઠાઈ ” કોપરા પાક ” 😋 ❤

બનાવવા માટેની સામગ્રી :-

  • 500 ગ્રામ કોપરા નું છીણ
  • 1 કપ ખાંડ
  • અડધો કપ દૂધ
  • અડધો કપ ખોયા ( માવા )
  • થોડા કેસર ના તાંતણા ( એક ચમચી હુંફાળા દૂધ માં બોળેલું )( ઓપ્શનલ )
  • 1 ચમચી ઈલાયચી પાવડર

સજાવટ માટે :- બદામ અને પિસ્તા ની કતરણ

પુર્વ તૈયારી માટે :-
૧.સૌ પ્રથમ એક પેન લો અને તેને ઘી થી ગ્રીસ કરી લો અને સાઇડ માં રાખો.

2.હવે દૂધ માં બોળેલું કેસર લો અને તેને થોડું ગરમ કરો. અને પછી તેને હાથે થી મસળી લો જેથી એક રોયલ પીળો કલર આવી જાય. અને સાઇડ પર રાખો.
( આ પ્રક્રિયા એકદમ ઓપ્શનલ છે. જો કેસર ના હોય તો તમે પીળો ફૂડ કલર પણ લઈ શકો છો. )

બનાવવા માટેની વિધિ :-
૧.સૌ પ્રથમ એક પેન લો અને તેમાં કોપરા નું છીણ, ખાંડ, દૂધ નાંખો અને મિકસ કરો અને મીડિયમ આંચ પર કુક થવા દો.
15-17 મિનિટ સુધી સતત હલાવતા રહો જ્યાં સુધી આ મિશ્રણ એક લીક્વિડ સ્વરૂપ માં ના આવી જાય!!

૨.ત્યાર બાદ તેમાં દૂધ માં બોળેલું કેસર કાંતો પીળો ફૂડ કલર ( તમારી પાસે જે હોય તે), ઈલાયચી પાવડર અને માવો નાખો અને સારી રીતે મિક્સ કરી લો.

૩.તેને 10 મિનિટ સુધી સતત હલાવતા રહો. અને જ્યારે આ મિશ્રણ એક ગાઢ, ચીકણું અને ગાંઠાદાર થઇ જાય ત્યારે ગેસ ઓફ કરી દો.

4.પછી તેને ગ્રીસ કરેલાં પેન માં ટ્રાન્સફર કરો અને સારી રીતે પ્રેસ કરી દો અને તેની ઉપર બદામ પિસ્તા ની કતરણ સજાવી દો. અને થોડું પ્રેસ પણ કરી લો. જેથી તે વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય. અને ઠંડુ થવા સાઇડ પર મૂકી દો.

5.પછી તેનાં એક સરખા પીસ કરી ને સર્વ કરો.

તો તૈયાર છે ભાઈ બીજ સ્પેશિયલ મીઠાઈ કોપરા પાક 😋

હવે ભાઈ નું મોઢું મીઠું કરો આ કોપરા પાક થી અને ભાઈ બીજ ના અવસર ને વધુ શાનદાર બનાવો.

લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ