જ્યોતિષ શાસ્ત્ર

તમારા લગ્નના મહિનાથી જાણો, તમે કેવા કપલ છો, મેરેજ લાઇફ ના સિક્રેટ ખુલી જશે

જોડીઓ ઉપરથી બનીને આવે છે સમાજમાં લગ્નએ પવિત્ર બંધન માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો જન્મ 12 રાશિ પ્રમાણે હોય છે. લગ્નને એક એવુ રાશિ ચિન્હ સાથે જોડવામાં આવે છે. બાર રાશિ ચિન્હ જે આપણા મેરેજ લાઇફમાં પ્રભાવિત કરે છે.

આજે આપણે એવા લગ્ન જોઈશું જે લકી લગ્ન ગણાય છે. જે આપણા મેરેજ લાઇફમાં પ્રભાવિત કરે છે.

Image Source

1)21 માર્ચથી 19 એપ્રિલ વચ્ચેના લગ્ન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ વચ્ચે થયા છે. તે લોકોના લગ્ન મેષ રાશિ સાથે સંબંધિત હોય છે. આ સમય દરમિયાન જે લોકોએ લગ્ન કર્યા છે તેવા કપલને રોમાન્સ વધારે છે. આ લોકો એક વાર વિચારી દે તે કરીને જ જંપે છે. આ સમયમાં લગ્ન કરવા વાળા કપલને રોમાન્સ સરપ્રાઈઝ તેમજ અચાનક કંઈક નવું કરવું તે લોકોને ખૂબ જ પસંદ હોય છે. 21 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે કરેલા લગ્ન ખૂબ જ ખાસ હોય છે.

2) 20 એપ્રિલથી 20 મેની વચ્ચેના લગ્ન

20 એપ્રિલ થી 20 મે વચ્ચેના લગ્ન વૃષભ રાશિ સાથે સંબંધિત હોય છે. આ સમય દરમિયાન જેના લગ્ન થયા હોય તેવા લોકોના રોમાંસ અને પ્રેમ ખૂબ જોવા મળે છે. આ લગ્ન વૃષભ રાશિ સાથે પ્રભાવિત હોવાથી આ જોડીઓ રોમેન્ટિક હોય છે. કારણ કે આ તારીખ માં જે લોકોના લગ્ન થયા છે તેમના ઉપર શુક્ર ગ્રહનો પ્રભાવ સારો જોવા મળે છે. માટે આ લગ્નને lucky લગ્ન કહેવામાં આવે છે.

3) 21 મેથી 20 જૂન વચ્ચેના લગ્ન

જે લોકોનો લગ્ન 21 મે થી 20 જૂન વચ્ચે થાય છે તે લોકો મિથુન રાશિ સાથે પ્રભાવિત હોય છે. રાશિ સાથે પ્રભાવિત હોય છે આ મહિનામાં કરેલું લગ્ન સફળ લગ્ન હોય છે આ મહિનામાં જે લોકોનુ લગ્ન થાય છે તે એકબીજાને ખૂબ જ કેર કરે છે તેમજ દરેક પરિસ્થિતિને અનુકૂળ એકબીજાને ઢાળવાની કોશિશ કરે છે.

Image Source

4) 21 જૂનથી 22 જુલાઈ વચ્ચેના લગ્ન

તે 22 જુલાઈ વચ્ચે ના લગ્ન કર્ક રાશિ સાથે પ્રભાવિત હોય છે જેમ કર્ક રાશિ પોતાની જિમ્મેદારી ખૂબ જ પ્રેમ થી નિભાવે છે. તેવી જ રીતે આ મહિનામાં જે લોકોના લગ્ન થયા છે તે પોતાની જિમ્મેદારી પોતાના પ્રેમી પ્રત્યે ખૂબ જ વફાદારીથી નિભાવે છે. આ રાશિના કપલ વચ્ચે ખૂબ જ વધારે પ્રેમ જોવા મળે છે આ લોકો ઘર-પરિવારના સદસ્યોની ખુશી નુ ખૂબ જ ધ્યાન રાખે છે.

5) 23 જુલાઈથી 22 ઓગસ્ટ વચ્ચેના લગ્ન

23 જુલાઈ થી 22 ઓગસ્ટ વચ્ચે ના લગ્ન સિહં રાશિ સાથે પ્રભાવિત હોય છે. આ લગ્ન ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે આ સમય દરમ્યાન કરેલા લગ્ન એકબીજાને ખૂબ જ સાથ આપે છે તેમ જ એકબીજા પ્રત્યે સમર્પિત રહે છે અને એકબીજાને ખૂબ જ પ્રેમ આપે છે.

6) 23 ઓગષ્ટથી 22 સપ્ટેમ્બર વચ્ચેના લગ્ન

23 ઓગષ્ટ થી 22 સપ્ટેમ્બર વચ્ચે ના લગ્ન કન્યા રાશિ સાથે પ્રભાવિત હોય છે કન્યા રાશિથી થી પ્રભાવિત લગ્નમાં કપલ એકબીજા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે તેમજ એકબીજા સાથે મળીને દરેક પરિસ્થિતિનો સામનો કરે છે. તેમજ આ કપલ હંમેશા એકબીજાનો સાથ આપે છે ગમે તે પરિસ્થિતિ હોય છતાં પણ એક બીજાનો સાથ છોડતા નથી.

Image Source

7) 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર વચ્ચેના લગ્ન

23 સપ્ટેમ્બર થી 22 ઓક્ટોબર વચ્ચે ના લગ્ન તુલા રાશિ સાથે પ્રભાવિત હોય છે. જેથી કપલ એકબીજાને ખૂબ જ સારી રીતે સંભાળી લેતા હોય છે. તેમજ આ કપલ તેમની લાઇફને બેલેન્સ સારી રીતે કરી શકે છે. આ લોકો પોતાનુ દરેક કામ સમજદારીની સાથે કરે છે. આ કારણથી જ તેમનો સંબંધ મજબૂત બને છે.

8) 23 ઓક્ટોબરથી 21 નવેમ્બર વચ્ચેના લગ્ન

23 ઓક્ટોબર થી 21 નવેમ્બર વચ્ચે ના લગ્ન વૃષીક રાશિ સાથે પ્રભાવિત હોય છે આ સમય દરમ્યાન કરેલા લગ્ન સફળ હોય છે અને તે હંમેશા પ્રેમ પૈસો નામ, સોહરત બધું જ તેમને મળે છે. આ સમય દરમ્યાન કરેલા લગ્ન માં કપલ ની લાઈફ ખૂબ અલગ હોય છે. બીજા સાથે તુલના થાય તેવી હોતી નથી આ કારણે તે લોકોના લગ્ન લકી લગ્ન ગણાય છે.

9) 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર વચ્ચેના લગ્ન

22 નવેમ્બરથી 21 ડિસેમ્બર વચ્ચેના લગ્નમાં ધનુ રાશિ સાથે પ્રભાવિત હોય છે આ મહિનામાં જે લોકોના લગ્ન થાય છે તે લોકોને ખાસ લગ્ન હોય છે. આ સમયમાં જે લોકોના લગ્ન થયા હોય તે કપલ હંમેશા સમય ના દરેક પળને એન્જોય કરે છે. તે લોકો તેમની લાઇફમાં હંમેશા સંતુષ્ટ રહે છે.

Image Source

10) 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી વચ્ચેના લગ્ન

22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી વચ્ચે ના લગ્ન મકર રાશિ સાથે પ્રભાવિત હોય છે આ મહિનામાં જે લોકો લગ્ન થયા છે તે લોકો પોતાની જિંદગીની જિમ્મેદારી ખૂબ જ ઈમાનદારીથી નિભાવે છે. તેમાં કોઈ કસર બાકી રાખતા નથી તેમના ઉજ્વળ ભવિષ્ય ની પ્લાનિગ હંમેશા તે લોકો કરતા હોય છે અને કામ ગંભીરતાથી લે છે. અને સારું જીવન જીવે છે.

11) 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચેના લગ્ન

20 જાન્યુઆરી 18 ફેબ્રુઆરી વચ્ચેના જે લોકોના લગ્ન થયા છે તે કુંભ રાશિ સાથે પ્રભાવિત થાય છે આ સમયમાં જે લોકોના લગ્ન થયા છે તેનું પરિણામ મળે છે. આ કપલ આ આરામદાયક જિંદગી જીવે છે. એકબીજાને સરપ્રાઈઝ આપવા આપે છે. અને ખુશનુમા જિંદગી જીવે છે.

12) 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ વચ્ચેના લગ્ન

19 ફેબ્રુઆરીથી 20 માર્ચ વચ્ચેના લગ્ન મીન રાશિ સાથે પ્રભાવિત હોય છે . આ સમયમાં થયા છે તે કપલ ખૂબ જ ઈમોશનલ હોય છે તેમજ તેમના પાર્ટનર પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહે છે. લગ્નના બધા જ વચનો પૂરી ઈમાનદારી સાથે નિભાવે છે અને સુખી વ્યવહારિક જીવન જીવે છે.\

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App