મનોરંજન મૂવી રીવ્યુ

‘કેસરી’એ આપી વર્ષની સૌથી મોટી શરૂઆત, ફિલ્મ જોવા જેવી છે કે નહિ? વાંચો ફિલ્મ રીવ્યુ નહિ તો પછતાશો

હોળીના તહેવારના દિવસે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ‘કેસરી’ અને અભિમન્યુ દાસાનીની ડેબ્યુ ફિલ્મ ‘મર્દ કો દર્દ નહિ હોતા’ રિલીઝ થઇ છે. ગયા વર્ષે પણ અક્ષય કુમારની ફિલ્મો સારી ચાલી હતી, જેમાં કે પેડમેન, ગોલ્ડ, અને 2.0એ સારી કમાણી કરી હતી ત્યારે આ વર્ષે અક્ષયની રિલીઝ થયેલી ફિલ્મ કેસરી પાસેથી પણ આ જ અપેક્ષાઓ છે.

વાત કરીએ અક્ષય કુમારની રિલીઝ થયી ફિલ્મ ‘કેસરી’ વિશે તો આ ફિલ્મમાં અક્ષય પોતાની કેસરી પાઘડી સાથે લોકો પર દેશભક્તિનો રંગ ચઢાવી રહયા છે. આ ફિલ્મ 80 કરોડના બજેટમાં બની છે, જેને જોયા પછી ઘણા દિવસ સુધી તમારા પર કેસરી રંગ ચઢેલો રહી શકે છે.
ફિલ્મની શરૂઆતમાં કેસરી તમને કોઈ મોટા બજેટમાં બનેલી શ્રેષ્ઠ પંજાબી ડોક્યુમેન્ટરી જેવી લાગે છે. જ્યારે પડદા પર અક્ષય કુમાર જાંબાઝ શીખ સૈનિકના અંદાજમાં જોવા મળે છે ત્યારે અઢી કલાકની ફિલ્મ નાની લાગવા લાગે છે. જો કે આ બાબતે ડિરેક્ટર અનુરાગ સિંહના કામના વખાણ કરવા પડે કે તેમને ઇતિહાસમાંથી એક નાની વાર્તા ઉઠાવીને તેના પર અઢી કલાકની જબરદસ્ત ફિલ્મ બનાવી નાખી.

આ વાર્તા 1897માં સારાગઢીમાં લડવામાં આવેલા એક એવા યુદ્ધની છે, જેમાં માત્ર 21 શીખ સૈનિકો 10 હજાર અફઘાની સૈનિકો વિરુદ્ધ લડયા હતા. આ ફિલ્મમાં આ 21 સૈનિકોના ભાવ અને હિમ્મત ખૂબ જ જીણવટથી દર્શાવવામાં આવ્યા છે. ફરી એક વાર અક્ષય તેમના દર્શકોની આશા પર ખરા ઉતર્યા છે, અને દર્શકોને ભક્તિના રંગે રંગવામાં સફળ રહયા છે.વાત કરીએ ફિલ્મની વાર્તા વિશે તો શરૂઆત કંઈક આ રીતે થાય છે, કે અક્ષય કુમાર કે જે ઈશર સિંહનું પાત્ર ભજવી રહયા છે, તે બ્રિટિશ રાજની સેનામાં ગુલિસ્તાન ફોર્ટ પર તૈનાત સૈનિક છે. જે અફઘાની લડાકુઓના નાયકના હાથે મરનારી એક સ્ત્રીનો જીવ બચાવે છે, પણ આ કામ તે પોતાના અંગ્રેજ સાહેબની પરવાનગી વિના કરે છે, જેથી તેને ગુલિસ્તાન ફોર્ટથી સારાગઢી ફોર્ટમાં નિયુક્ત કરી દેવામાં આવે છે.

સારાગઢી આવવા પર ઇશરને ખબર પડે છે કે અહીં નિયુક્ત 21 સૈનિકોમાં શિસ્તનો અભાવ છે. એટલે એ અહીં આવીને પોતાના કામે લાગી જાય છે. દરમ્યાન તે બધા જ સૈનિકોના દિલ પર રાજ કરવા લાગે છે. અને સમયે સમયે પોતાની પત્ની (પરિણીતી) ને યાદ કરે છે.આ દરમ્યાન તેને ખબર પડે છે કે અફઘાની પઠાણોનું એક મોટું સૈન્ય તેમના પર હુમલો કરવા તૈયાર છે. જેથી તે અંગ્રેજ સરકાર પાસેથી મદદ માંગે છે, પણ કોઈ જ મદદ આવતી નથી. અને તે બધા જ જવાનોને કિલ્લો છોડીને જવાની વાત કરે છે. પરંતુ ત્યારે જ તેને એક જૂની વાત યાદ આવે છે જેમાં એક અંગ્રેજ ઓફિસરે તેને કહ્યું હતું કે ‘તમે હિન્દુસ્તાની કાયર છો એટલે જ અમારા ગુલામ છો.’ બસ પછી શું હતું, ઈશર જ્યા શહીદ થવાનો ઈરાદો કરે છે, તો તેના 21 સૈનિકો પણ તેને સાથ આપવાનો ઈરાદો કરી લે છે.આ ફિલ્મ શરૂઆતમાં ધીમી અને કંટાળાજનક લાગી શકે છે, પણ ઈન્ટરવલ પછી આ ફિલ્મ જોતા તમારા રૂંવાળા ઉભા થઇ જશે. ગજબના એક્શન સાથે ફિલ્મમાં અક્ષયના ડાયલોગ્સ પણ દર્શકોમાં ગજબની દેશભક્તિ જગાવી દેશે. એવી કહી શકાય કે ફિલ્મ પૈસા વસુલ છે. ધર્માં પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મને દેશમાં કુલ 3600 સ્ક્રીન અને વિદેશોમાં કુલ 600 સ્ક્રીન મળી છે.ફિલ્મના પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ ઉત્સાહજનક છે, ફિલ્મે પહેલા દિવસે કુલ 22 કરોડનો બિઝનેસ કર્યો છે. આ પર ટ્રેન્ડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કર્યું, ‘વર્ષ 2019માં કેસરીએ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરી છે. ફિલ્મે કુલ 22 કરોડનો બિઝનેસ કર્યો છે.’ અહીં નોંધનીય છે કે હોળીના તહેવાર નિમિતે ઘણા થિયેટરો સવારે બંધ હતા.

જુઓ ટ્રેલર:

ત્યારે હવે વાત કરીએ આ જ દિવસે રજુ થયેલી ફિલ્મ મર્દ કો દર્દ નહિ હોતા વિશે. આ ફિલ્મ ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દાસાનીની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેના સિવાય રાધિકા મદન, ગુલશન દેવૈયા અને મહેશ માંજરેકરની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મે ભારતમાં રિલીઝ પહેલા જ ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ જ વખાણાયી છે. આ ફિલ્મને પણ ક્રિટિક્સે ખૂબ જ વખાણી છે. અનુમાન છે કે આ ફિલ્મની પહેલા દિવસે 1-2 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી હશે.ટ્રેન્ડ એનાલિસ્ટ ગિરીશ ચોહરે જણાવ્યું છે કે ડિરેક્ટર વાસન બાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મર્દ કો દર્દ નહિ હોતા યુવાનોને પસંદ આવી શકે છે. સારી વાર્તાના કારણે તેને માઉથ ઓફ પબ્લિસિટીનો ફાયદો મળી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks