સદીના મહાનાયક અમિતાભ બચ્ચન મંગળવારથી મુંબઈના નાનાવટી હોસ્પિટલમાં ભરતી હતા. મળેલી જાણકારીના આધારે અમિતાભજીને આંતરડામાં સમસ્યા હતી જેને લીધે તેને ભરતી કરાવવામાં આવ્યા હતા. કડવાચોથના બે દિવસ પહેલાથી જ તે હોસ્પિટલમાં ભરતી હતા. એવામાં બચ્ચન પરિવારે આ વખતે કડવાચોથની ઉજવણી અમિતાભજી વગર જ કરી હતી.

એવામાં ગઈકાલની રાતે અમિતાભ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે આવી ગયા છે. તેને ઘરે જતી વખતે ગાડીમાં બેસેલા જોવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે અભિષેક બચ્ચન અને જયાં બચ્ચન પણ હતા.

દરેક વખતે બચ્ચન પરિવાર ધામધૂમથી કડવાચોથની ઉજવણી કરતા આવ્યા છે. પણ આ વખતે અમિતાભજીની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ હતી. કડવાચોથના દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રે બચ્ચન ઘરે પહોંચી હતી. જેની તસ્વીર પણ સોનાલીએ પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી.

તસ્વીરમાં સોનાલીના સિવાય અભિનેત્રી ઐશ્વર્યા રાઈ, જયાં બચ્ચન, શ્વેતા બચ્ચન અને આરાધ્યા પણ દેખાઈ રહ્યા છે. પણ અફસોસ કે આ વખતે અમિતાભજી પરિવારની તસ્વીરમાં કૈદ ન થઇ શક્યા.

તસ્વીરમાં ઐશ્વર્યાએ ક્રીમ કલરનો ડ્રેસ પહેરી રાખ્યો છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. જયા બચ્ચન ગુલાબી બોર્ડરની હલકા બ્લુ રંગની સાડીમાં હતા જયારે શ્વેતાએ ગુલાબી રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. જ્યારે સોનાલી બેન્દ્રેએ લાલ સાડી પહેરી રાખી હતી.

આ સિવાય સોનાલી દ્વારા શેર કરેલી અન્ય એક તસ્વીરમાં તે પોતાના પતિ ગોલ્ડી બહલ સાથે દેખાઈ રહી છે. કેન્સરની સારવારના દરમિયાન પતિ ગોલ્ડી બહલ હંમેશા તેની સાથે ઉભા રહયા હતા.
જો કે હોસ્પ્ટિલમાં રહીને અમિતાભ પોતાની પત્ની અને પરિવારને ખુબ યાદ કરતા હતા. આ વખતે અમિતાભજીએ ટ્વીટર એકાઉન્ટ પર જયાં બચ્ચન સાથેની જૂની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરને અમિતાભજીએ મજાકના અંદાજમાં શેર કરી હતી, જેમાં માત્ર જયાં જ દેખાઈ રહી હતી. તસ્વીરને શેર કરતા અમિતાભજીએ લખ્યું કે,”દ બેટર હાફ, જો કે વાત સાચી છે કેમ કે બીજો હાફ અપ્રસ્તુત છે જેથી જે દેખાઈ નથી રહ્યો.”
T 3520 – .. the better half .. !! 🌹
quite obviously the other half is irrelevant .. and therefore unseen 🤣🤣🤣 pic.twitter.com/0Fivuw5cwY— Amitabh Bachchan (@SrBachchan) 17 October 2019
જણાવી દઈએ કે તબિયત ઠીક થયા પછી અમિતાભજીએ પોતાના બ્લોગ પર લાંબી પોસ્ટ લખી. અમિતાભજીએ લખ્યું કે,”બીમારી અને ઈલાજ સામાન્ય ચીજો છે. તેનું ઉલ્લંઘન કરવું ખોટું છે. તેનું સન્માન કરો. દુનિયામાં દરેક વસ્તુ વેંચવા માટે જ ન થી હોતી. દરેકને મારો પ્રેમ અને આભાર. તે દરેક માટે જેઓ સ્વાસ્થ્ય પર વિચાર કરે છે, જે ચિંતા કરે છે અને મારા માટે પ્રાર્થના કરે છે, આભાર.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.