ફિલ્મી દુનિયા

કરિશ્મા કપૂર કરી રહી છે ડિજિટલ સ્ક્રીન પર એન્ટ્રી, રિલીઝ થયું મેન્ટલહુડનું ટ્રેલર

બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર વેબસીરીઝ ‘મેન્ટલહુડ’ સાથે ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. ‘મેન્ટલહુડ’ના ટ્રેલર લોન્ચમાં તે જબરદસ્ત અંદાજમાં પહોંચી હતી. આ ઇવેન્ટની સ્ટનિંગ તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જણાવી દઈએ કે, આ ઇવેન્ટમાં કરિશ્મા લાલ ડ્રેસમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on

કરિશ્મા કપૂરે આ ઇવેન્ટમાં ડિઝાઈનર રોલાન્ડ મોરેટનો ડિઝાઈન કરેલો સ્ટ્રેપલેસ ફિગર હંગીગ આઉટફિટ પહેર્યા હતા. આ સાથે જ તેને લાલ કલરના મેચિંગ સેન્ડલ પહેર્યા હતા. 45 વર્ષની આ એક્ટ્રેસે તેના લુકને મેટ ગોલ્ડ ઈયરરિંગ્સ અને સટલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. મેકઅપ માટે કરિશ્માએએ Dewy બેસ, બ્લેક આઇલાઇનર, ન્યૂડ લિપસ્ટિક અને બ્રોન્ઝરને પસંદ કર્યા હતા. આ ડ્રેસ સાથે તેને હેરસ્ટાઇલ સ્લીક રાખી હતી જે તેન પટ બહુજ સારી લાગી હતી.
કરિશ્માનું કહેવું છે કે, દરેક એપિસોડમાં તેને જાણવા અને શીખવા મળ્યું છે. સિરીઝના ટ્રેલર પ્રસંગે કરિશ્મા ઘણી ઈમોશનલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on

આ ખાસ દિવસે કરિશ્મા એ કહ્યું હતું કે, હું ઘણી રોમાંચક અને ભાવુક છે કારણકે શોના દરેક એપિસોડમાં કોઈનો કોઈ મતલબ છે. જેનાથી ઘણું શીખવા મળે છે. દરેક એપિસોડમાં એક સંદેશ છે અને તે કોઈને કોઈ માટે છે. ત્યાં સુધી કે, પુરુષોને જોઈને લાગે છે કે હે ભગવાન આવું વિચાર્યું ના હતું. આ શોમાં હમ ભુલી, લૈંગિક મુદ્દો,પરીક્ષા દરમિયાનનો ડર,સરોગેસી અને સ્વાસ્થ્ય જેવા ઘણા વિષયો પર વાત કરવામાં આવી છે. આ સિરીઝમાં મનોરંજનની સાથે=સાથે દરેક એપિસોડના અંતમાં તમારી માટે કોઈને કોઈ શિખામણ છે. જે બેહદ ખુબસુરત છે.

 

View this post on Instagram

 

A post shared by BizAsia (@bizasialive) on


આ સિરીઝમાં માતાઓને મલ્ટીટાસ્કીંગ પ્રવૃત્તિમાં દેખાડવામાં આવી છે કે કેવી રીતે બાળકો માટે પાલન-પોષણ સારામાં સારી રીતે કરીને બધી જ જવાબદારી ઉઠાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Collective Heads (@teamcollectiveheads) on

આ બાબતે કરિશ્માએ કહ્યું હતું કે, મને લાગે છે કે હું અહીં સૌથી સિનિયર પેરેન્ટ છું. મારી માટે માતાનોપ મતલબ માસ્ટર ઓફ મલ્ટીટાસ્કીંગ છે, એકે માતા મલ્ટીટાસ્કીંગ સ્ટાર છે જે તેની પ્રાથમિકતાઓ જાણવાની સાથે-સાથે તેનું કામ પણ કરે છે. તમે દુનિયામાં કંઈ પણ કરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on

આ ટ્રેલર લોંચિંગના પ્રસંગે કરિશ્મા સાથે તેની સિરીઝના સ્ટાર સંજય સુરી, સંધ્યા મૃદુલ, ડીનો મોરિયા, શિલ્પા શુક્લા, શ્રુતિ શેઠ અને તિલોત્તમ સોમ પણ હાજર હતાં. આ સાથેજ શોના નિર્માતા એકતા કપૂર, સિરીઝ ડિરેક્ટર કરિશ્મા કોહલી અને જી 5 ના પ્રોગ્રામિંગ હેડ અપર્ણા આચ્રેકર પણ ફંક્શનમાં હાજર હતા. 11 માર્ચથી અલ્ટ બાલાજી અને જી 5 પર ‘મેન્ટલહુડ’ પ્રસારિત કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.