ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ઉંમર બાબતે કરીના કપૂરે માર્યો ટોણો, પહેલા તારું જો ને! એમ કહી લોકો તૂટી પડ્યા

ઘણા વર્ષ પહેલા એક્ટ્રેસો વચ્ચેના લડાઈ-ઝઘડાના મામલા સામે આવતા હતા. હાલમાં પણ આ મામલા સામે આવતા રહે છે. પરંતુ હવે જાહેરમાં લડાઈ-ઝઘડા નથી થતા પરંતુ એક બોલેલું જ કાફી હોય છે. આ બોલવાથી સાપ પણ મરી જાય છે ને લાકડી પણ નથી તૂટતી. કરીના કપૂર અને પ્રિયંકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla) on

બંને વચ્ચેનો ઝઘડો ત્યારે સામે આવ્યો હતો જયારે કરણ જોહરના શોમાં કરીના કપૂરે પ્રિયંકાને કહ્યું હતું કે, તને આ એક્સેન્ટ ક્યાંથી મળ્યો છે ? આ બાદ પ્રિયંકા પણ ક્યાં ચૂપ બેસનારી હતી, તેને પણ કરીનાને જવાબ આપ્યો હતો કે જ્યાંથી તને સૈફ અલી ખાન મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kiaraaliaadvani (@kiara_advanithediva) on

કરીનાએ જયારે સૈફ સાથે લગ્ન કર્યા ત્યારે તેના વચ્ચે ઉંમરને લઈને ચર્ચા થઇ હતી. આવું જ કંઈક પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન સમયે થયું હતું. કરીનાએ ફરી એક્વાર પ્રિયંકા અને નિકના ઉંમરનો મામલો છેડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodImages (@bollywoodimages) on

ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના ઇન્ટરવ્યૂ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કરીનાને પૂછવામાં આવ્યું હતું કે, 50 વર્ષનો એક્ટર અને 20 વર્ષની એક્ટ્રેસ રોમાન્સ કરી રહ્યા છે, પરંતુ 50 વર્ષની એક્ટ્રેસને પડદા પર રોમાંસ કરવાનો મોકો નથી મળતો કારણકે આ જોડીને અજીબ કહેવામાં આવે છે. કહેવાનો મતલબ છે કે, 50 વર્ષની ઉંમરમાં હીરો રોમાંસ કરે તો નોર્મલ પરંતુ 50 વર્ષની ઉંમરમાં એક્ટ્રેસ રોમાન્સ કરે તો જસ્ટીફાઈ કહેવામાં આવે છે. આને તમે કેવી રીતે જુઓ છો.

 

View this post on Instagram

 

A post shared by D E E P T I B A T R A ❤ (@kareenaskapoor) on

આ સવાલનો જવાબ આપતા કરીનાએ પહેલા પ્રિયંકા અને નીકનું ઉદાહરણ આપ્યું હતું. બાદમાં તુરંત જ સૈફ અને ખુદને લઈને વાત કરતા કહ્યું હતું કે, આ લોકોના મગજના કારણે છે, લોકો આ રીતે વિચારતા હોય છે. તે લોકોને લાગતું હોય છે કે, 50 વર્ષની મહિલા છે તો તેના છૂટાછેડા જ થઇ ગયા હશે. હું પણ હવે ઉંમરના તે પડાવ પર પહોંચી ગઈ છું. હું ફિલ્મમાં જરૂર આ સીન નિભાવીશ પરંતુ લોકોના વિચારને બદલીશ.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@ravi_akki_) on

હું આશા કરું છું કે, હું લોકોની આ વિચાર શક્તિને બદલીશ. આ પ્રકારનું ફિલ્મમાં જ હોય છે તેવું નથી પરંતુ અસલ જિંદગીમાં પણ હોય છે, હવે તમે જ જૂઓ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બંને અલગ અલગ જનરેશનના છે છતાં પણ બંને વચ્ચે પ્રેમ છે ? સૈફ અલી ખાન અને હું અમે બંને પણ અલગ જનરેશનના છે છતાં પણ અમને બંનેને પ્રેમ છે, તેમાં શું મોટી વાત છે. આ તો સમાજમાં છે. આ મામલે નિર્માતાએ પણ થોડું બદલાવ લાવવાની જરૂર છે. બધાઈ હો જેવી ફિલ્મથી આ મામલામાં બદલાવ આવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Spy (@bollywoodspy) on

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક વચ્ચે લગભગ 10 વર્ષનો તફાવત છે. પ્રિયંકા નિક કરતા ઉંમરમાં 10 વર્ષ મોટી છે. શરૂઆતના દિવસોમાં બંનેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ સંબંધમાં ક્યારે પણ ઓટ નથી આવી. તો બીજી તરફ કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.