મનોરંજન

પ્રેગ્નેન્સીમાં પણ ઓછો નથી થઇ રહ્યો કરીના કપૂરનો અંદાજ, હવે કરવાચોથ માટે આ કપડામાં થઇ તૈયાર

પ્રેગ્નન્સીમાં પગમાં સોજા ચડી ગયા છે તો પણ ફેશનમાં પોતાનો અંદાજ બધાને દેખાડી રહી છે, જુઓ

અભિનેત્રી કરીના કપૂર હાલમાં પોતાના પ્રેગ્નેન્સીના દિવસોમાંથી પસાર થઇ રહી છે. કરીના આ સમયે પોતાના બેબી બંપ સાથે સ્પોટ થતી પણ જોવા મળે છે. ત્યારે કરીના પોતાના ફેશનના મામલામાં સહેજ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. ત્યારે જ જયારે તે પોતાના ઘરની બહાર સ્પોટ થાય છે ત્યારે તેનો સ્ટાઈલિશ અંદાજ જોવા મળી જાય છે.

Image Source

જોકે, કરીના પોતાના આ ફેશનેબલ કપડાંની સાથે સાથે પોતાના આરામનું પણ સંપૂર્ણ ધ્યાન રાખતી જોવા મળે છે. ત્યારે જ તે ઢીલા અને લાંબા કપડામાં વધારે પડતી જોવા મળે છે. છેલ્લા દિવસોમાં પોલ્કા ડોટ વાળી મેક્સી ડ્રેસ બાદ હવે તેનો કરવાચોથ લુક વાયરલ થઇ રહ્યો છે.

Image Source

કરીનાએ પોતાની કરવાચોથની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં તે મા બબીતા કપૂરની સાથે જ નીતુ કપૂર અને રીધ્ધીમા કપૂર સાથે નજર આવી રહી છે. કરીના પોતાની માતાના ઘરે ડિનર માટે પહોંચી હતી. આ દરમિયાન તેને કોઆર્ડ સેટ પહેર્યો હતો.

Image Source

ગુલાબો જયપુરી બ્રાન્ડના કલેક્શનમાં સામેલ આ ગુલાબી રંગનો કુર્તો અને પૈંટનો સેટ ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. જેને કરીનાએ કરવાચોથના ડિનર માટે પસંદ કર્યો હતો. જેની સાથે તેને વર્ક વાળા ચપ્પલ અને ગોલ્ડાન બિગ હુપ્સ પહેર્યા હતા. જયારે કરીનાએ આ લુકને મિનિમમ મેકઅપ અને પિન્ક લિપ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂરની સાથે રણબીર કપૂરની બહેન રીધ્ધીમા કપૂર અને તારા સુતરીયા પણ આ તસ્વીરોમાં નજર આવી રહી છે. રીધ્ધીમા કપૂર જ્યાં લાલ રંગના ટોપની સાથે બ્લેક બોટમમાં દેખાઈ દીધી તો તારાએ પેસ્ટલ રંગના કુર્તા અને દુપટ્ટાને આ ખાસ દિવસ માટે પસંદ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આમ તો કરીના કપૂર આ પહેલા પણ ઘરની બહાર બીજા કપડામાં પણ સ્પોટ થઇ છે. આ દરમિયાન બેબોએ સફેદ રંગનો ફૂલ સ્લીવ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. જેની સાથે તે ગ્લોઈંગ લુક અને રેડ લિપ્સની સાથે મેસી હેયર ડૂમાં સ્માઈલ આપતી જોવા મળી હતી.