મનોરંજન

સૈફ અને અમૃતાના લગ્નમાં પહોંચી હતી 12 વર્ષની નાનકડી બેબો, જાણો લગ્નની શુભેચ્છા પાઠવતા શું કહ્યું હતું ?

સૈફ અલીખાને કિરણ કપૂર પહેલા તેનાથી 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા.સૈફ અને અમૃતાના આ લવમેરેજ હતા. બન્નેના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધમાં હતા. છતાં પણ એક બીજાનો સાથ છોડ્યો ના હતો.

બોલીવુડના નવાબ અને હરિયાણાના પટૌડી રાજઘરાનાના વારસદાર સૈફ અલી ખાને ફિલ્મોમાં આવીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. તાજેતરમાં જ તેની સુપરહિટ વેબસીરીઝ સેક્રેડ ગેમ્સ ની બીજી સીઝન રિલીઝ થઇ છે.

એ તો બધા જાણે જ છે કે સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ છે અને તેનાથી તેના બે બાળકો પણ છે જેમાંની સારા અલી ખાન આજે બોલીવુડની સફળ અભિનેત્રી બની ચુકી છે.જે સમયે સૈફના પહેલા લગ્ન હતા, ત્યારે કરિનાની ઉંમર ફક્ત 12 વર્ષની હતી. કરીના સૈફનાં લગ્નમાં પરિવાર સાથે પહોંચી હતી.

સૈફ અને અમૃતાના લગ્નમાં કરીના મહેમાન બન્ની પહોંચી હતી. કરીનાએ સૈફને લગ્નની શુભેચ્છા પાઠવાત કહ્યું હતું કે, સૈફ અંકલ મુબારક. ત્યારે સૈફે રિપ્લાઈ કરતા કહ્યું હતું કે, આભાર બેટા’.

સૈફ અને કરિનાની લવસ્ટોરીની શરૂઆત ‘ટશન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઇ હતી. બન્નેએ આ બાદ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ કરીનાએ તેનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે 2012માં લગ્ન કરી લીધા હતા.

કરીના અને સૈફે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ એક શાનદાર રિસેપશનની પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગ્જ સિતારાઓ પહોંચ્યા હતા. કરીનાએ તેના લગ્નમાં એ લહેંગો પહેર્યો હતો જે તેની સાસુ શર્મિલા ટાગોરે તેના લગ્નમાં પહેર્યો હતો.

કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો. સૈફ અને અમૃતાના બન્ને બાળકો સારા અલીખાન અને ઇબ્રાહિમથી ઓન કરિનાનો સારો સંબંધ છે. સારા તો કરિનાની સારી ફેન છે. સારાને હાલમાં જ બેસ્ટ ડેબ્યુ ફીમેલનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.