ખબર ફિલ્મી દુનિયા

કંગના રનૌતે કહ્યું: “આત્મહત્યા નહિ પરંતુ સુશાંત સિંહ રાજપુતનું થયું હતું પ્લાન મર્ડર” જુઓ વિડીયો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈહળે આત્મહત્યા કર્યા બાદ દેશભરમાંથી શ્રદ્ધાંજલિ સાથે અલગ અલગ વાતો બહાર આવી રહી છે, બોલીવુડના ઘણા બધા અભિનેતાઓએ સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા વ્યક્ત કરી છે ત્યારે આ બધા વચ્ચે અભિનેત્રી કંગના રનૌતનો પણ અભિપ્રાય સામે આવ્યો છે.

Image Source

અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના અવસાનને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, તેને ઈશારામાં જ ઇન્ડસ્ટ્રીની ઘણી બાબતો ઉપર આકરા પ્રહાર કરીને કેટલીક ભાવનાઓને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર પણ ગણાવ્યું છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે જે લોકો પરિવારના નથી હોતા તેમને ઉપેક્ષાનો શિકાર થવું પડે છે.

Image Source

કંગનાએ આ વીડિયોમાં જણાવ્યું કે સુશાંતે આત્મહત્યા નથી કરી, પરંતુ આમ કરવા માટે તેના દિમાગમાં કેટલાય પ્રકારની વસ્તુઓ ભરવામાં આવી હતી. સાથે કંગનાએ એમ પણ જણાવ્યું કે તેના કામનો સ્વીકાર કરવામાં નહોતો આવી રહ્યો, તેને છિછોરે જેવી સુંદર ફિલ્મ કરી તે છતાં પણ “ગલી બોય” જેવી વાહિયાત ફિલ્મને બધા જ એવોર્ડ આપી દેવામાં આવે છે. તેને કહ્યું કે આ આત્મહત્યા નહિ પરંતુ એક પ્લાન મર્ડર હતું.

Image Source

કંગના ટીમના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર કંગનાએ આ વિડીયો શેર કર્યો છે, જેની અંદર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને લઈને ઘણી બાબતોને ઉજાગર કરી છે તેમજ ઇન્ડસ્ટ્રીઝ સામે ઘણા મોટા પ્રશ્નો પણ કનગનાએ ઉભા કર્યા છે. જુઓ તમે પણ વીડિયોમાં કંગનાએ શું કહ્યું:

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

Author: GujjuRocks Team