વાસ્તુ શાસ્ત્ર એ ભારતીય સંસ્કૃતિમાં એવું શાસ્ત્ર છે જેનો ઉપયોગ કરવાથી આપણા જીવનમાં આવેલી પરેશાની દૂર થાય છે. તેમજ વાસ્તુ શાસ્ત્રના નિયમનું પાલન કરવાથી જીવન સુખમય થઈ જાય છે. અમુક વસ્તુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવે તો જે પરેશાની હોય છે તે દૂર થઈ જાય છે.
બધાના ઘરમાં તિજોરી હોય છે. અને બધા તિજોરીનો ઉપયોગ પૈસા રાખવા માટે તે જ ઘરેણા, મૂલ્યવાન વસ્તુઓ અગત્યના કાગળો રાખવા માટે ઉપયોગ કરે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની મહેનતથી કમાયેલું ધન સુરક્ષિત રહે. અને વ્યક્તિ પોતાનું બધું જ ધન તિજોરીમાં રાખે છે. તુ શાસ્ત્રના અમુક નિયમોનો ઉપયોગ કરવાથી તેમજ તિજોરીને કયા સ્થાન પર રાખવાથી તમારો કમાયેલું ધન સુરક્ષિત રહે તેમજ ધનમાં વધારો થાય.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી તેમજ કબાટને ખોટી છે કે રાખવાથી તેની અસર આપણા જીવનની આર્થિક સ્થિતિ ઉપર પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીને કયા સ્થાન પર રાખવી.
1) તિજોરીને દક્ષિણ દિશાની દીવાલ આગળ રાખવી –
કબાટ અને હંમેશા દક્ષિણ દિશાની દીવાલ ઉપર લગાવીને રાખવી જેનાથી તિજોરીનું મોં ઉત્તર દિશા તરફ ફૂલે અને આ દિશાના સ્વામી દેવતા કુબેર દેવતા છે. તિજોરીના દરવાજો ઉત્તર દિશા તરફ ખોલે તો ધનમાં વૃદ્ધિ થાય છે.
2) તિજોરીને પૂર્વ દિશામાં રાખવી –
તિજોરીને પૂર્વ દિશામાં પણ રાખી શકાય છે પૂર્વ દિશામાં તિજોરી રાખવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે તેમજ શુભ માનવામાં આવે છે.

3) દક્ષિણ દિશામાં તિજોરી રાખવાથી –
દક્ષિણ દિશામાં તિજોરી રાખવાથી ધન સોનુ તેમજ ચાંદીના આભૂષણ અને નુકસાન થતું નથી તેમજ ધનમાં વૃદ્ધિ થાય છે
4) તિજોરી તમે જ્યાં રાખો ત્યાંનો કલર આછો કલર હોવો જોઈએ –
તમે તિજોરી જે પણ જગ્યાએ રાખો ત્યાં તે રૂમનો કલર આછો હોવો જોઈએ એટલે કે off-white અથવા તો ક્રીમ કલર રાખવો જોઈએ.
5) તિજોરીની અંદર મા લક્ષ્મીજીનો ફોટો લગાડવો –
તમે તિજોરી જ્યાં રાખો ત્યાં તિજોરીની અંદર બેઠાં લક્ષ્મીજીનો ફોટો લગાડવો જેમાં બે હાથી તેમની સામું જોતા હોય તેવો ફોટો લગાડવો શુભ માનવામાં આવે છે. જેનાથી ધનમાં ક્યારેય પણ ખોટ આવતી નથી.

6) દાદરા (સીડી) નીચે તિજોરી ન રાખવી –
દાદરાની નીચે તેમજ ટોયલેટની સામે તિજોરી ન રાખવી તેમજ તિજોરી જ્યાં રાખો ત્યાં ગંદકી ન હોવી જોઈએ. નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને પરિવારની ખુશીઓમાં બાધા ઉત્પન્ન થાય છે.
7) પૂજા કરતી વખતે તિજોરી ખુલ્લી રાખવી –
જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે ઘરની તિજોરી ખુલ્લી રાખવી જેનાથી ધનમાં ક્યારેય પણ ખોટ આવતી નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks