જ્યોતિષ શાસ્ત્ર

જે લોકોની જન્મ તારીખ 3 હોય તેમજ જે લોકોના જન્મતારીખનો સરવાળો 3 થતો હોય, તો જાણો તે લોકો કેવા હોય છે

અંક જ્યોતિષ અનુસાર અંકોનુ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. અંકોના હિસાબથી વ્યક્તિના સ્વભાવ હાવભાવ અને પરિવર્તન વિશે જાણી શકાય છે જેને અંક-જ્યોતિષમાં તેને મૂલાંક કહે છે. મૂળાંક જન્મના આધાર પર એક થી નવ સુધી હોય છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 3 , 12, 21, 30 તારીખ હોય તો તમારો મૂળાંક 3 છે.

મૂલાંક કેવી રીતે કાઢવો –

જો તમારી જન્મ તારીખ ૩ હોય તો તમારો મૂળાંક 3 છે. જો તમારી જન્મ તારીખ 21 એપ્રિલ હોય તો 2+1=3 તમારો મૂળાંક 3 છે.

Image Source

લકી વસ્તુઓ:-

લકી નંબર:- 3, 6, 9.

લકી દિવસ :- ગુરુવાર, શુક્રવાર, મંગળવાર

લકી કલર:- લાલ, ગુલાબી, ભૂરો.

સ્વભાવ:-

અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 3 નો સ્વામી ગ્રહ બૃહસ્પતિ હોય છે બૃહસ્પતિદેવ ના પ્રભાવથી આ લોકો દુનિયામાં ખૂબ જ નામ કમાવે છે. મૂળાંક 3 વાળા લોકો સ્વાભિમાની હોય છે. બીજાની સામે નમવુ તે લોકોને પસંદ નથી. આ લોકોને દરેક કાર્ય પોતાની પસંદનું કરવું પસંદ છે. પોતાની લાઈફમાં કોઇની દખલગીરી પસંદ નથી. આ લોકો સૌથી સાહસી હોય છે. આ લોકોને સચ્ચાઈના માર્ગ પર ચાલવું પસંદ છે. બૃહસ્પતિદેવ ના પ્રભાવથી મૂળાંક 3 વાળા લોકો ખૂબ જ મહેનતી હોય છે.

Image Source

આ લોકો દરેક કામ પૂરા મનથી કરે છે. અને બીજા ઉપર નિર્ભર રહેતા નથી. આ લોકોને 3, 6, 9 મૂળાંક વાળા લોકો સાથે સારું બને છે. ખુબસુરત અને આકર્ષક વસ્તુ ખૂબ જ પસંદ પડે છે. આ લોકોને ગુસ્સો જલ્દી આવી જાય છે. આ લોકોની એક ખાસ વાત છે કે પોતાની ભૂલમાંથી જ તે લોકો શીખે છે અને નવી વસ્તુ ની શરૂઆત કરે છે.

કરિયર:-

કરિયરની વાત કરીએ તો આ લોકો ખૂબ જ સતૅક હોય છે. બૃહસ્પતિને જ્ઞાનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે મૂળાંક 3 વાળા લોકો અભ્યાસમાં ખૂબ જ આગળ વધે છે અને ઉચ્ચશિક્ષાને પ્રાપ્તિ કરે છે. આ લોકોને લાઈફને એન્જોય સાથે જીવવું પસંદ છે. પરંતુ પોતાના સપનાને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. ખેલકૂદમાં પણ પોતાની રુચિ હોય છે.

મૂળાંક 3 વાળા લોકો કલાત્મક અને રચનાત્મક હોય છે. મૂળાંક 3 વાળા લોકો સેના ,પોલીસ, ટીચર લેખક ,સેલ્સમેન, ડિઝાઇનર, પોલિટિક્સ, બેંક, ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં સફળ થાય છે.

Image Source

પ્રેમ અને વિવાહ:-

પ્રેમ અને વિવાહની વાત કરે તો મૂળાંક 3 વાળા લોકો પોતાના દિલની વાત કોઇ સાથે શેર નથી કરતા પરંતુ જો તે પ્રેમમાં પડી જાય તો પોતાના પ્રેમી ને બધી જ વાતો શેર કરે છે. પોતાની ફિલિંગ સુંદર ગિફ્ટ આપીને તેમજ કોઈ સારો પ્લાન બનાવીને પ્રગટ કરે છે. તે સમય સમય પર પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવે છે.

તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સુંદર હોય છે. પોતાના જીવનને સુંદર બનાવવા માટે તેમની પાસે ખૂબ જ આઈડિયા હોય છે. અને પોતાના પાર્ટનરને ડેટ અને ફિલ્મ જોવા લઈ જતાં હોય છે.

આર્થિક સ્થિતિ:-

આર્થિક સ્થિતિ ની વાત કરે તો આ લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય હોય છે. આ લોકો પાસે કમાવવાના ઘણા બધા આઈડિયા હોય છે. તે લોકોની સૌથી મોટી ખૂબી એ છે કે ભવિષ્યમા શું થવાનું છે તેના વિશે પહેલા વિચારી દે છે. જેના કારણે તે સેવિંગ પણ સારુ કરે છે.

Image Source

પારિવારિક જીવન:-

આ લોકો ફેમિલી સાથે ખૂબ જ નજીક રહે છે પોતાના ભાઈ-બહેન સાથે સારો સંબંધ બને છે. ફેમિલી અને પ્રેમની સાથે સાથે દોસ્તી ને પણ ખૂબ જ મહત્વ આપે છે પોતાના મિત્ર ને ખુશ રાખે છે. આ લોકો સૌથી પહેલા પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks