મનોરંજન

જ્યારે વહુ ઐશ્વર્યા વિશે કરી આવી વાત ત્યારે સહન ના કરી શકી સાસુ જયા, શાહરુખને થપ્પડ મારવા ઇચ્છતી હતી!

ઐશ્વર્યા રાય બચ્ચન પર કરી હતી આવી કમેન્ટ, જાણો શું હતો મામલો?

દુનિયાભરમાં કોરોનાનો ડર એ હદ સુધી ફેલાયેલો છે કે લોકો આ મહામારીને વચ્ચે ઘરમાં જ લોકડાઉન થયા છે. સામાન્ય માણસોની જેમ સેલેબ્સ પણ ઘરમાં જ કેદ થઇને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. તેવા સમયમાં જયા બચ્ચન લોકડાઉનના કારણે તેના દિલ્હીવાળા ઘરે છે ત્યારે અમિતાભ મુંબઇના ઘરે છે. તો આવા સમયમાં જયા સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરીએ.

તાજેતરમાં જયા બચ્ચનનો એક થ્રોબેક ઇન્ટરવ્યુ વાયરલ થયો છે. જેમાં તે શાહરુખને થપ્પડ મારવાની વાત કરે છે. બધા જાણે છે કે જયા બચ્ચનનો સ્વભાવ ખુબ જ ગરમ છે. અને તે કોઇ ખોટી વાત સહન કરતી નથી. જયા પબ્લિકલી અને મીડિયામાં પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

આ વાત વર્ષ 2008ની છે જ્યારે કેટરિના કેફની બર્થ ડે હતી અને શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે શાહરુખે એશ્વર્યા વિશે કોઇ ખોટી વાત કરી હતી.

એક ફેશન મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપતી વખતે જયા બચ્ચને કહ્યું હતું કે,`આ પાર્ટીમાં શાહરુખે મારી વહુ વિશે કોઇ ખોટી વાત કહી હતી. આ વાત માટે હું શાહરુખને થપ્પડ મારી દેતી. જો તે મારી ઘરે હોત તો હું ચોક્કસ તેને થપ્પડ મારી દેત. જે રીતે એક માતા પોતાના દીકરા મારે તે રીતે…’

જો કે શાહરુખે પછી પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે,`મેં પાર્ટીમાં એશ્વર્યા વિશે કોઇ ખોટી વાત કરી ન હતી.’ આ વાત પર જયાએ પણ શાહરુખ સાથે વાત કરવાનું કહ્યું હતું.

જયા બચ્ચન શાહરુખને ખુબ જ પસંદ કરે છે. શાહરુખ જયા માટે ફેમિલી મેમ્બર જેવો જ છે. નોંધનીય છે કે શાહરુખ અને જયા `કભી કુશી કભી ગમ’ તથા `કલ હો ના હો..’માં સાથે કામ કરી ચુક્યા છે.

ઐશ્વર્યાની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ`ફન્ને ખા’માં જોવા મળી હતી. હાલ એશ સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે. જો કે લોકડાઉનના કારણે શુટિંગ બંધ રાખવામાં આવ્યું છે.