મનોરંજન

ધડક ગર્લ જ્હાન્વી કપૂર “દોસ્તના-2″ના શૂટિંગ પહેલા પહોંચી અમૃતસર, સુવર્ણ મંદિરમાં માથું ટેકવી માણ્યો લસ્સીનો સ્વાદ, કહ્યું “ભારત જેવી કોઈ જગ્યા નથી”

ધડક ફિલ્મથી બોલીવુડમાં પગ મૂકનારી જ્હાન્વી કપૂર આગમાં દિવસોમાં ઘણી ફિલ્મોમાં નજર આવવા જઈ રહી છે. ધડાક ફિલ્મમાં પોતાના અભિનય અને અદાઓથી સૌને પ્રબાવિત કરનારી જ્હાન્વી હવે “દોસ્તના-2” ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે એ પહેલા એને અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું. દોસ્તના-2માં કાર્તિક આર્યન જાહન્વી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એ સિવાય જાહન્વી “ધ કારગિલ ગર્લ” તેમજ “રુહી અફઝા” ફિલ્મમાં જોવા મળવાની છે. “ધ કારગિલ ગર્લ”નું એક પોસ્ટર પણ સામે આવ્યું છે.

જ્હાનવીએ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં કેટલાક ફોટા પણ ક્લિક કર્યા જેને પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટમાં શેર પણ કર્યા છે સાથે તેને પંજાબની પ્રખ્યાત લ0સ્સીનો ટેસ્ટ પણ માણ્યો અને સાથે એમ પણ કહ્યું કે :ભારત જેવી કોઈ જગ્યા નથી”

જ્હાન્વી ખાવા પીવાની ખુબ જ શીખીન છે માટે તે કોઈપણ સ્થળે જાય ત્યાંની પ્રખ્યાત વસ્તુનો ટેસ્ટ કરવાનું ક્યારેય ચૂકતી નથી.

Image Source

જહાન્વીની લોકપ્રિયતાદિવસે દિવસે વધતી જઈ રહી છે તો તેની માનવતાભર્યા સ્વભાવના પણ કેટલાક ઉદાહરણો મીડિયા દ્વારા સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વાયરલ થયેલા એક વિડીઓમાં જ્હાન્વી જયારે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહી ત્યારે એક ગરબી બાળકીને ખાવાનું માંગતી જોઈ પત્રકારો જાહન્વીના ફોટા પાડવામાં લાગી ગયા હતા ત્યારે જાહન્વીએ જ થોડા સમય માટે એ પત્રકારોને ફોટા પાડવા માટે ના કહ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.