ફિલ્મી દુનિયા

પિતા આમિર ખાનના મદદનીશ અમોસ પોલના નિધનથી ભાવુક થઇ દીકરી ઇરા ખાન, આ રીતે વ્યક્ત કર્યું દુઃખ

બોલિવૂડ સ્ટાર આમિર ખાનના નજીકના મદદનીશ અમોસ પોલનું 60 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. એમોસ પોલનું હૃદયરોગના હુમલોથી મૃત્યુ થયુ. તેમના નિધનથી આમિર ખાન અને તેમનો આખો પરિવાર શોકમાં છે. તેઓ છેલ્લા 25 વર્ષથી આમિર ખાન માટે કામ કરી રહ્યા હતા. જેના કારણે એમોસ તેમના પરિવારની ખૂબ નજીક હતા.

Image Source

આમિર ખાનની દીકરી ઇરાએ પણ પિતાના નજીકના મદદનીશ અમોસ પોલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇરા ખાને સોશિયલ મીડિયા પર અમોસ પોલ માટે ભાવુક પોસ્ટ લખી છે. સાથે જ ઇરાએ તેમની સાથે જોડાયેલી યાદો પણ શેર કરી છે. ઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમોસ પોલ માટે ખૂબ જ ખાસ પોસ્ટ લખી છે. તેણે આ પોસ્ટને ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Image Source

ઇરા ખાને પોતાની પોસ્ટમાં લખ્યું, ‘RIP આભાર મને કોફી કેવી રીતે બનાવવી એ શીખવવા બદલ અને અમારી સાથે રમવા માટે. સાથે જ મને એ શીખવવા કે એક સારું પેકિંગ કેવી રીતે થાય છે. વિચાર્યું ન હતું કે તમે અમારી આસપાસ નહીં હોવ. દિગ્ગજો મરતા નથી.’ અમોસ પોલ માટે લખેલી ઇરા ખાનની આ ભાવનાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Image Source

નોંધનીય છે કે, જ્યારે એમોસને મંગળવારે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે આમિર ખાન પોતે, તેમની પત્ની કિરણ રાવ અને આખી ટીમે તેમને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અમોસના નિધનની જાણકારી ફિલ્મ લગાનમાં આમિરના સહ-અભિનેતા રહી ચુકેલા કરીમ હાજીએ આપી હતી. બુધવારે મુંબઇના શિવડી વિસ્તારમાં સ્મશાનભૂમિ અમોસ પોલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Image Source

અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ પણ અમોસ પોલની અંતિમ વિધિમાં પહોંચ્યા હતા. અમોસના અંતિમ દર્શન કરવા પહોંચેલા આમિરની ઘણી તસ્વીરો સામે આવી હતી. આ દરમિયાન આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે માસ્ક પહેર્યા હતા. તેમજ તેમના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત તમામ લોકોએ સામાજિક અંતરની પણ કાળજી લીધી હતી.

Image Source

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.