અજબગજબ

કોઝિકોડ જ નહિ, આ પણ છે ભારતના ખતરનાક રન-વે, લેન્ડિગ સમયે રોકાઈ જાય છે શ્વાસ

કેરળના કોઝિકોડમાં શુક્રવરે રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી જેમાં એયર ઇન્ડીયાનું વિમાન રન-વે ઉપરથી નીચે આવી જાત બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મૃત્યુ થઇ ગયા છે. જયારે ઘણા લોકો ગંભીર રૂપે ઘાયલ છે. જે રનવે ઉપર આ દુર્ઘટના બની તેને ટેબલ ટોપ રનવે કહેવામાં આવે છે. ભારત સામે આખી દુનિયામાં ઘણા એવા પર્વતો ઉપર આવેલા રનવે છે જેની ઉપર વિમાન ઉતારવું ઘણું જ મુશ્કેલ છે. આજે અમે તમને ભારતના જ એવા સૌથી ખતરનાક રનવે જણાવીશું જ્યાં લેન્ડિગ કરાવવું ખુબ જ જોખમકારક છે. તે સમયે ના માત્ર યાત્રિકો પણ પાયલટના પણ શ્વાસ રોકાઈ જાય છે.

Image Source

1. સિક્કિમ ઍરપોર્ટ:
વર્ષ 2018માં સિક્કિમને પોતાનું પહેલું ઍરપોર્ટ મળ્યું હતું. આ એરપોર્ટના રનવેને પણ ટેબલ ટોપ રનવે કહેવામાં આવે છે. આ રનવે સમુદ્ર તટથી 4,500 ફૂટ ઊંચાઈ ઉપર આવેલા પાકયૉન્ગ ગામની નજીક લગભગ 2 કિલોમીટર ઉપર પહાડીની ટોચ ઉપર બનાવવામાં આવ્યો છે. આ ઍરપોર્ટ 201 એકડ જમીનમાં ફેલાયેલું છે.

Image Source

2. લેહનું ઍરપોર્ટ:
આ પ્રકારને જમ્મુ કાશ્મીરના લેહમાં પણ કુશોક બાકુલા રિમપોચી ઍરપોર્ટ ઉપર પણ ટેબલ ટોપ રનવે છે. જ્યાં વિમાન ઉતારવું કોઈ ચુનોતીથી ઓછું નથી. આ ઍરપોર્ટ સૌથી વધુ ઊંચાઈ ઉપર હોવાના કારણે દુનિયાભરમાં ચર્ચિત છે. આ એરપોર્ટની હવાઈ પટ્ટી 3259 મીતની ઊંચાઈ ઉપર છે. રનવે ઉપરાંત તમને ચારેય બાજુ ફક્ત પહાડ અને બરફ જ જોવા મળશે.

Image Source

3. મિજોરમનું લેન્ગપુઈ ઍરપોર્ટ:
મિજોરામના  લેન્ગપુઈ ઍરપોર્ટનો રનવે પણ પહાડોની ટોચ ઉપર બનેલો છે જે લગભગ 2500 મીટર લાંબો છે. ખાસ વાત એ છે કે આ નદીઓના સંગમ ઉપર બનેલો છે. આ ભારતના એ 3 ઍરપોર્ટમાં છે જેની પાસે ટેબલ ટોપ રનવે છે જે ઓપ્ટિકલ ઈલ્યુઝન પેદા કરે છે.

Image Source

4. લક્ષદ્વીપનું અગાતી ઍરપોર્ટ:
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં આવેલું અગાતી ઍરપૉર્ટની હવાઈ પટ્ટી પણ ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. આ ઍરપોર્ટ અગાતી દ્વીપની દક્ષિણમાં બનાવવામાં આવ્યું છે. લક્ષદ્વીપમાં આ એકમાત્ર હવાઇ પટ્ટી છે અને તેની લંબાઈ માત્ર 4000 ફૂટ છે. ખુબ જ નાનું રનવે હોવાના કારણે વિમાનને ઉતારવું ખુબ જ મુશ્કેલી ભર્યું છે. આ ઍરપોર્ટ જોવામાં ખુબ જ સુંદર લાગે છે. પરંતુ અહીંયા વિમાનના લેન્ડીગમાં ઘણું જ જોખમ છે.

Image Source

5. કાંગડાનું ગગ્ગલ ઍરપોર્ટ:
હિમાચલ પ્રદેશના કાંગડામાં બનેલા ગગ્ગલ ઍરપોર્ટની હાવૈ પટ્ટી પણ ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. 1200 એકદમ બનેલા આ ઍરપોર્ટ ઉપર હવાઈ પટ્ટી 2492 ફૂટની ઊંચાઈ ઉપર બનાવવામાં આવી છે. અહીંયા વિમાન લેન્ડ કરાવવામાં જો થોડી પણ ચૂક થઇ ગઈ તો કોઈ મિતિ દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.