ખબર

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય: લોકડાઉનમાં ફસાયેલા મજૂરો-વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી- જાણો

સેન્ટ્રલ ગવર્મેન્ટ લોકડાઉનમાં એક મોટી જાહેરાત કરી છે. તેના અંતર્ગત કેન્દ્ર સરકારે Lockdownમાં ફસાયેલા સ્ટુડન્ટ, લેબર, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને સ્થળાંતર કરવાના આદેશો જારી કર્યા. કેન્દ્રએ કહ્યું કે રાજ્ય એક તેમના સ્થળાંતર માટે એક નોડલ એજન્સી બનાવે. સ્ક્રીન કર્યા બાદ જે લોકોમાં કોરોના લક્ષણ નથી તેમને તેમના રાજ્યમાં જવાની પરવાનગી મળશે. આ સાથે જ એવું પણ કહ્યું કે લોકોને લઇ જતી Bus ને પણ સેનેટાઈઝ કરવામાં આવે. જે પણ લોકો તેમના હોમ એરિયામાં જશે તેમને પહેલા ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. આ શરતો સાથે પરવાનગી મળી છે.

Image Source
Image Source

હોમ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા ઑર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ કામ માટે નોડલ ઑથોરિટીની નિમણુંક કરશે અને પછી આ ઑથોરિટી પોત-પોતાના ત્યાં ફસાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરશે.

Image Source

જે સ્ટેટ વચ્ચે લોકોનું આવન-જાવન થવાનું છે ત્યાંની ઑથોરિટી એક-બીજાને કોન્ટેક્ટ કરીને રોડ મારફતે લોકોનાં આવન-જાવનની ખાતરી કરશે.

ભારત દેશમાં કોવીડ 19 પોઝિટિવની સંખ્યા 31 હજાર 693 થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, રાજસ્થાનમાં ૧૯, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોવીડ 19 એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. 9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે. દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણા રાજ્યની સ્થિતિ સૌથી સારી છે.

Image Source

પંજાબ રાજ્યના CM કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન 2 સપ્તાહ લંબાવ્યું છે. કેન્દ્ર સરકારે લોકડાઉન 3 મે સુધી લંબાવ્યુ છે ત્યારે પંજાબમાં કર્ફ્યુ 17 મે સુધી લાગુ રહેશે. જોકે દિવસ દરમિયાન 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમા રાહત આપવામાં આવશે. જેથી લોકો દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદી શકે.