મનોરંજન

અભિનેત્રી હીના ખાનની ડેબ્યુ ફિલ્મમાં તેનો પાગલ પ્રેમી બનશે આ અભિનેતા, ક્રિશ-3 માં પણ જોવા મળ્યો હતો આ કિરદારમાં…

સ્ટાર પ્લસ પર પ્રસારિત ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ દ્વારા ધમાકેદાર એન્ટ્રી લેનારી અભિનેત્રી હીના ખાન હાલના દિવસોમાં મોટાભાગે ચર્ચામાં બની રહે છે.આ સીરિયલમાં હીના ખાનના અભિનયના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. સીરિયલમાં અક્ષરાના કિરદારમાં હીના ખાનને ખુબ લોકપ્રિયતા મળી હતી.

 

View this post on Instagram

 

Reddd not just a colour, it’s an attitude ❤️

A post shared by Hina Khan (@realhinakhan) on

એવામાં હાલ હીના ખાને ટીવી જગતથી બ્રેક લીધો છે અને જલ્દી જ બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી લઈને પોતાના અભિનયનો જલવો વિખેરવા માટે આવી રહી છે. સીરિયલમાં માસુમ અંદાજમાં જોવા મળતી હીના ખાનનો અંદાજ ફિલ્મમાં કંઈક અલગ જ પ્રકારનો જોવા મળશે.હીના ખાનને છેલ્લી વાર એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી-2’ માં કોમોલિકાના કિરદાર જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Imperfectly Perfect what say 😉

A post shared by Hina Khan (@realhinakhan) on

તાજેતરમાં જ હીના ખાને શોર્ટ ફિલ્મ લાઇન્સની શૂટિંગ પુરી કરી લીધી છે અને હવે તે જલ્દી જ વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘હૈંકડ’માં જોવા મળવાની છે અને આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઇ ચુકી છે.

 

View this post on Instagram

 

Seas the day 🌊 #BeachVibes #Cannes2019

A post shared by Hina Khan (@realhinakhan) on

જણાવી દઈએ કે ફિલ્મને આજ વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી, પણ કોઈ કારણોને લીધે ફિલ્મની શુટીંગ શરૂ થઇ શકી ન હતી,માટે હવે તે અમુક સમય પછી રિલીઝ થઇ શકે તેમ છે જો કે ફિલ્મ રિલીઝની પાકી તારીખ સામે આવી નથી.

 

View this post on Instagram

 

Swimming my heart out 🏊‍♀️ Here comes mine🐬

A post shared by Hina Khan (@realhinakhan) on

હીના ખાને શોર્ટ ફિલ્મ લાઈન્સમાં પણ ખુબ ધમાલ મચાવી હતી અને હવે ફિલ્મ હૈંકડમાં પણ તેની દમદાર અદાકારી જોવા માટે ફૈન્સ પણ ખુબ જ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે.ફિલ્મમાં હીના ખાન લીડ રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

🌺 📸 @tejpal_nagi

A post shared by Hina Khan (@realhinakhan) on

એવામાં એક નવી જાણકારી સામે આવી છે કે આ ફિલ્મમાં હીના ખાનની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની ધાક જમાવનારા અભિનેતા રોહન શાહ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

જણાવી દઈએ કે ફિલ્મમાં રોહન શાહ હીના ખાનના પાગલ આશિક(પ્રેમીના) રૂપમાં જોવા મળશે અને તેની ઇમેજ પણ ઓબ્સેસિવ લવર(પાગલ આશિક)ના રૂપમાં હશે. જો કે હજી સુધી કોઈ આધિકારિક પુષ્ટિ થયેલી નથી, પણ રિપોર્ટના આધારે રોહનના આવા કિરદારને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અમુક સમય પહેલા રોહને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હજી આ ફિલ્મની શૂટિંગ શરૂ થઇ નથી પણ હું આ કિરદારને નિભાવવા માટે ખુબ જ ઉત્સુક છું, મેં ક્યારેય આવા પ્રકારનો કિરદાર કર્યો નથી અને ના તો લાંબા સમય સુધી સ્ક્રીન પર આવા પ્રકારના કિરદારને જોયા છે.મારા આવા કિરદારને લીધે ફિલ્મમાં ઘણા પ્રકારના ટ્વીસ્ટ આવવાના છે.એવામાં એક અભિનેતાના સ્વરૂપે મારા માટે તે એક સપનાના સાચા થવા સમાન છે”.

 

View this post on Instagram

 

#patakawedding 📸 @kinnari1009 😘

A post shared by Ro (@rohan_shah_) on

ફિલ્મમાં રોહન હીના ખાનના પ્રેમમાં એકદમ પાગલ થયેલા જોવા મળશે અને ફિલ્મમાં બંનેનો રોમાંસ પણ લોકોને પસંદ આવી શકે તેમ છે.

જણાવી દઈએ કે રોહન શાહ ટીવી જગતના એક જાણીતા અભિનેતા છે, તે ઘણા ટીવી શો ની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.ઋત્વિક રોશનની ફિલ્મ ક્રિશ-3 માં રોહન શાહે વિવેક ઓબેરૉયના બાળપણનો કિરદાર નિભાવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks