ખબર

ખુશખબર: હવે મોજથી ફરવા જાઓ મોલ-મલ્ટીપ્લેક્સમાં, ગુજરાત હાઇકોર્ટે લીધો મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વનો નિર્ણ્ય કરતા જણાવ્યું છે કે હવેથી મોલ અને મલ્ટીપ્લેક્સ ગ્રાહકો પાસેથી પાર્કિંગ ચાર્જ નહિ વસૂલી શકે. આ નિર્ણયને કારણે મોલ અને મલ્ટીપ્લેક્સને મોટો ઝાટકો લાગ્યો છે. આ નિર્ણય આપતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું છે કે, ‘હવેથી મોલ અને મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં. જો તેઓ પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.’

Image Source

અગાઉ પોલીસે અને કોર્પોરેશને શહેરના મોલ અને મલ્ટીપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જ પર રોક લગાવીને નાગરિકો માટે પાર્કિંગ ફ્રી કરાવ્યા હતા. કોર્પોરેશનના આ નિર્ણય સામે અમદાવાદ, વડોદરા અને સુરતના મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. સંચાલકોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધા આપે છે, જેથી નાગરિકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી છે.

Image Source

ત્યારે એ સમયે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી કરીને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકોને કામચલાઉ રાહત આપી હતી અને જણાવ્યું હતું કે પહેલા કલાક માટે પાર્કિંગ ફ્રી રાખવું પડશે, પછી જ ચાર્જ વસૂલી શકાશે. જેમાં એક કલાક પછી ટુ-વ્હીલર માટે 20 રૂપિયા અને ફોર વ્હીલર માટે 30 રૂપિયા ચાર્જ લેવાની છૂટ આપી હતી.

આ મુદ્દે છેલ્લા એક વર્ષથી મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકો અને સરકાર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ત્યારે હવે આ મુદ્દે હાઇકોર્ટે ચુકાદો આપીને મોલ અને મલ્ટીપ્લેક્સ જતા લોકોને રાહત આપી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks