હેલ્થ

પેટની બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે નારિયેળનું પાણી, જાણી લો ફાયદાઓ

સુગર વાળા કોલ્ડડ્રિંક્સના શોખીનો આ નારિયેળનું પાણીના ફાયદાઓ એક વાર વાંચો અને નાળિયેર ખરીદીને દેશમાં ખેડૂતોની ભલાઈ કરો

નારિયેળના પાણીને સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. તેના ઘણા ગુણકારી ફાયદાઓ છે. પેટની બીમારીઓ માટે તો તેને રામબાણ માનવામાં આવે છે. વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ખનીજ તત્વો તેમાં ભરપૂર માત્રામાં હોય છે. એજ કારણ છે કે નારિયેળ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે નારિયેળની અંદર વસા અને કોલેસ્ટ્રોલ નથી હોતું. જેના કારણે તે મોટાપાને પણ ઓછું કરે છે. ચાલો જાણીએ નારિયેળ પાણી પીવાના ફાયદા.

Image Source

1. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે:
જે લોકોને મોટાભાગે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે તેમને પોતાના ડાયટમાં નારિયેળ પાણી જરૂર સામેલ કરવું જોઈએ. નારિયેળ પાણીમાં રહેલું વિટામિન સી, મેગ્નેશિયમ અને પોટેશિયમના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

Image Source

2. શરીર પરના દાગ ધબ્બા માટે:
ગરમીની અંદર મોટા ભાગે શરીરમાં ખીલ અને દાગ ધબ્બાની સમસ્યા રહેતી હોય છે. એવામાં નારિયેળ પાણી ખીલને દૂર કરવામાં તમારી મદદ કરે છે. તેના ઉપયોગ તમે ચેહરા ઉપર ફેસપેકની જેમ કરી શકો છો. તેના ઉપયોગથી ખીલ દૂર થઇ જશે.

Image Source

3. પેટના રોગો માટે:
પેટ દર્દ, એસીડીટી, અલ્સર, કોલાઈટિસ, આંતરડામાં સોજોની સ્થિતિમાં ખાલી પેટે થોડું થોડું નારિયેળ પાણી પીવાથી ખુબ જ જલ્દી આરામ મળે છે. નારિયેળ પાણી ઉર્જાનો સારો સ્ત્રોત હોવાના કારણે કમજોરી, થાક, ચક્કર આવવા જેવી સમસ્યામાં તરત જ લાભ થાય છે.

Image Source

4. પથરી માટે:
કિડીનીના રોગીઓ માટે મોટાભાગે તરલ પદાર્થોનું સેવન કરવાનું કહેવામાં આવે છે જેનાથી યુરિનના રસ્તાએ પથરી નીકળી જાય. નારિયેળ પાણીનું પણ કિડનીમાં પથરીની સમસ્યામાં ખુબ જ મોટું યોગદાન છે. તે કિડનીમાં પથરીના ક્રિસ્ટલને ઓગાળવામાં મદદ કરે છે.

Image Source

5. શરીરને રાખે છે હાઈડ્રેટ:
નિયમિત પણે નારિયેળનું પાણી પીવાના કારણે શરીર હાઈડ્રેટ રહે છે. અને શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ વધે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.