અશ્વગંધા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. ઔષધશાસ્ત્રમાં પણ તેના ઘણા ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. તેની અંદર રહેલી મેડિસિનલ પ્રોપર્ટીઝ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અશ્વગંધા તમારા શરીરના તણાવને સારી રીતે મેનેજ કરવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં અશ્વગંધા તમારા દિમાગ અને શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

સામાન્ય રીતે અશ્વગંધાના પાના અને તેના મૂળનો જ ઉપયોગ કરવામાં આવે છે. પાનાંનો ઉપયોગ ચાની અંદર કરવામાં આવે છે જયારે તેની જડોને સૂકવીને પાવડરના રૂપમાં વાપરવામાં આવે છે. આ અર્થરાઇટિસમાં સાંધાના દુખાવા માટે ખુબ જ સુંદર ઈલાજ છે.

ચાલો જણાએ અશ્વગંધાના ફાયદાઓ:
અશ્વગંધા લોહીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને ઓછું કરવા માટે ઓળખાય છે. પશુઓ અને માણસો ઉપર કરવામાં આવેલા અધ્યયનમાં આ વાતની ખાતરી થઇ છે. 60 દિવસ માટે વયસ્કો ઉપર કરવામાં આવેલા અધ્યયનમાં મળી આવ્યું કે અશ્વગંધા કોલેસ્ટ્રોલના સ્તરને 17 ટકા અને ટ્રાઇગ્લિસરાઈડને સ્તરને 11 ટકા સુધી ઓછું કરે છે.

1. રોગ પ્રતિકારક શક્તિ રહે છે મજબૂત:
બીમારીઓ અને બહારના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. આજે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘણી રીતે પ્રભાવીત થઇ શકે છે. જેવા કે તણાવ, ઈફ્લેમેશન અને ઊંઘની ઉણપ. તેવામાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી ખુબ જ જરૂરી છે. અશ્વગંધાનું સેવન આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો કુદરતી રીતે વધારો કરે છે. તેના ઇમ્યુન સેલ્સ બીમારીઓ અને સંક્ર્મણ સામે લડે છે.

2. બ્લડ સુગર લેવલને ઓછું કરે છે:
ડાયાબિટીઝથી પીડાતા લોકો માટે અશ્વગંધા ખુબ જ ફાયદાકારક છે. ઘણા અભ્યાસમાં જોવા મળ્યું છે કે અશ્વગંધા લોહીમાં સુગરને ઓછું કરે છે. અશ્વગંધા ઈન્સુલિન રિલીઝ અને ઈન્સુલિન સેંસેટિવને વધારે છે જેના કારણે તે ડાયાબિટીઝથી પીડાતા લોકોમાં સુગર કંટ્રોલ કરે છે.

3. કેન્સર માટે અસરકારક:
અશ્વગંધા કેન્સર જેવી ઘાતક બીમારીઓમાં પણ ખુબ જ અસરકારક છે. ઘણા સંશોધનમાં એ સામે આવ્યું છે કે અશ્વગંધા કેન્સર સેલ્સને વધતા રોકે છે અને કેન્સરના નવા સેલ્સ નથી બનવા દેતું. તે શરીરમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીજનું નિર્માણ કરે છે, જે કેન્સર સેલ્સને ખતમ કરવા અને કિમોથેરોપીથી થવા વાળા સાઈડ ઇફેક્ટથી પણ બચાવવાનું કામ કરે છે.

4. માનસિક તાણ કરે છે દૂર:
અશ્વગંધા માનસિક તાણ જેવી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં ખુબ જ લાભકારક છે. એક રિપોર્ટ પ્રમાણે તણાવને 70 ટકા સુધી અશ્વગંધાના ઉપયોગથી ઓછો કરી શકાય છે. તે તમારા શરીર અને માનસિક સંતુલનને ઠીક રાખવા માટે અસરકારી છે. તેનાથી સારી ઊંઘ આવે છે.

5. આંખોનું તેજ વધારવામાં મદદગાર:
અશ્વગંધાનો ઉપયોગ તમારી આંખોનું તેજ વધારવાનું પણ કામ કરે છે. રોજ દૂધ સાથે લેવાથી આંખો ઉપરાંત સ્ટ્રેસથી પણ બચી શકાય છે.