ધાર્મિક-દુનિયા

શ્રીરામની વાત માનીને આજે પણ આ જગ્યા પર રહી રહ્યા છે હનુમાનજી, આ છે તે વાતની સાબિતી

Image Source

હનુમાનજી એક એવા દેવતા છે જે દરેક યુગમાં કોઈને કોઈ રૂપ,શક્તિ અને ગુણોની સાથે દુનિયા માટે સંકટમોચન બનીને હાજર રહે છે.હનુમાન સાથે જોડાયેલી આજ વિલક્ષણ અને અદ્દભુત વાતો તેઓના પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વધારે ઊંડી કરે છે.કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીરામના કથા-કીર્તન થાય છે, ત્યાં હનુમાનજી ગુપ્ત રૂપથી બિરાજમાન રહે છે.

Image Source

પ્રભુ શ્રીરામના ભક્ત હનુમાનજીને અમર માનવામાં આવે છે. પુરાણોના અનુસાર ભગવાન શ્રીરામ અને માતા સીતાએ બજરંગબલીને કળિયુગમાં અધર્મનો નાશ અને ધર્મના પ્રસાર માટે અમરત્વનું વરદાન આપ્યું હતું.જ્યારે શ્રીરામ ભુ-લોકથી વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારે હનુમાનજીએ પોતાનું નિવાસ પવિત્ર અને ઈશ્વરીય કૃપાથી યુક્ત સ્થાન ગંધમાદન પર્વતને બનાવ્યું હતું અને આજે પણ ત્યાં જ નિવાસ કરે છે. આ વાતની જાણકારી શ્રીમદ્દ ભગવત ગીતામાં પણ કરવામાં આવેલી છે.

Image Source

ગંધમાદન પર્વત એક નાનો એવો પર્વત છે અને તે કૈલાશ પર્વતના ઉત્તર દિશામાં સ્થિત છે. હાલમાં તે તિબ્બત ક્ષેત્રમાં આવે છે. પહેલા આ પર્વત કુબેર ક્ષેત્રમાં હતો. સુમેરુ પર્વતની ચારે દિશાઓમાં સ્થિત ગજદંત પર્વતોમાંના એકને તે સમયમાં ગંધમાદન પર્વત કહેવામાં આવતું હતું. પુરાણોમાં જંબુદ્વીપના ઇલાવૃત ખંડની વચ્ચે ગંધમાદન પર્વત કહેવામાં આવ્યું છે, જે પોતાના સુગંધિત વનો માટે ખુબ પ્રસિદ્ધ છે.

Image Source

ગંધમાદન પર્વત હનુમાનજીનું નિવાસ સ્થાન છે, તે વાતની જાણકારી પુરાણો તેમજ હિંદુ ધર્મમાં પણ થયેલી છે. શ્રીમદ્દ ભગવત ગીતામાં આ પર્વત વિશે વિસ્તારથી જણાવામાં આવ્યું છે.મહાભારતમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં પાંડવો અને હનુમાનજીના મુલાકાત વિશે પણ જણાવામાં આવ્યું છે.

Image Source

આખી પૃથ્વી માંથી હનુમાનજીએ માત્ર ગંધમાદન પર્વતને જ પોતાનું નિવાસ સ્થાન શા માટે બનાવ્યું તેનો ઉલ્લખે પણ શ્રીમદ્દ ભગવત પુરાણમાં મળી આવે છે.તેના અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ ધરતીથી વૈકુંઠ તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા, ત્યારે તેમણે હનુમાનજીને ધરતી પર જ રહેવા માટેનો આદેશ આપ્યો,જેને લીધે હનુમાનજીએ ઈશ્વરીય શક્તિ યુક્ત ગંધમાદન પર્વતને પોતાના નિવાસ તરીકે પસંદ કર્યુ.

Image Source

આ પર્વત પર એક મંદિર પણ છે જેમાં હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામની મૂર્તિ પણ છે.આજ સ્થાન પર શ્રીરામજીએ વાનરોની સાથે મળીને રાવણ સાથેના યુદ્ધ માટેની યોજના બનાવી હતી.ત્યાંના લોકોનું માનવું છે કે આજે પણ આ જગ્યા પર શ્રીરામના પદ્દચિન્હ રહેલા છે.

Image Source

પોતાના અજ્ઞાતવાસના દરમિયાન પાંડવો ગંધમાદન પર્વતની પાસે પહોંચ્યા હતા ત્યારે ભીમ સહસ્ત્રદલ કમળ લેવા માટે આ વનમાં આવ્યાં હતાં ત્યારે તેમણે હનુમાનજીને ત્યાં સુતેલા જોયા હતા.કથા અનુસાર ભીમે હનુમાનજીને ત્યાંથી હટી જાવાનું કહ્યું પણ હનુમાનજી ત્યાંથી હટ્યા નહિ અને કહ્યું કે તે તેનો પગ હટાવીને જાય.શક્તિશાળી હોવા છતાં પણ ભીમ હનુમાનજીનો પગ હટાવી ના શક્યા અને આવી રીતે તેનું ઘમન્ડ પણ દૂર થઇ ગયું.

Image Source

ગંધમાદન પર્વત પોતાનામાં જ ખુબ જ ખાસ છે,અહીં હનુમાનજીના પહેલા પણ ઘણા મહાનુભાવો રહી ચુક્યા છે.
આજ જગ્યા પર મહર્ષિ કશ્યપે પણ તપ કર્યુ હતું, તેના સિવાય અહીં ઘણા અન્ય ઋષિમુનિઓ, અપ્સરાઓ અને કિન્નરો પણ આ જગ્યાને પોતાનું નિવાસ સ્થાન બનાવી ચુક્યા છે.

Image Source

ગ્રંથોના વર્ણનના અનુસાર આ પર્વત પર ઘણી જડી બુટીઓના વૃક્ષ છે. જેને લીધે પૂરું વન સુગંદગીત રહે છે.જેને લીધે આ પર્વતનું નામ ‘ગંધમાદન પર્વત’ પડ્યું હતું.

Image Source

કેવી રીતે પહોંચવું ગંધમાદન પર્વત?:

Image Source

અહીં જાવા માટેના ત્રણ રસ્તાઓ છે.પહેલો નેપાળના રસ્તાથી માનસરોવરથી આગળ અને બીજો ભૂટાનના પહાડોથી આગળ અને ત્રીજો અરુણાચલના રસ્તાથી ચીનથી પસાર થઈને.