દેશના યુવાનોની ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે થઈને ગુજરાતમાં શરૂ કરી આ વ્યવસાયની શરૂઆત, આજે ગુજરાતભરમાં છે 21થી વધારે આઉટલેટ

ગુજરાતની અંદર જન્મેલા મોટાભાગના લોકો ધંધા  સાથે સંકળાયેલા હોય છે અને પોતાના બુદ્ધિ ચાતુર્યથી દુનિયા ઉપર રાજ કરતા હોય છે. દુનિયાના ખૂણે ખૂણે અવનવા વ્યવસાય સાથે જોડાયેલા જોય છે. તો સાથે જ ગુજરાતીઓ ખાણીપીણીના પણ ખુબ જ શોખીન હોય છે. ત્યારે આજના યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિજય સિંહ સેંગર નામના એક વ્યક્તિએ ગુજરાતમાં જિમની શરૂઆત કરી અને નામ રાખ્યું જિમ લાઉન્જ.

વિજયસિંહના જીવન સાથે જોડાયેલી કહાની પણ ખુબ જ રસપ્રદ છે. વર્ષ 2011માં તેમને પોતાની કારકિર્દીની શરૂઆત વાડિયા ગ્રુપના ગો એરમાં ફ્લાઇટ સ્ટુઅર્ટ તરીકે કરી હતી, પરંતુ તેમની ફિટનેસ પ્રત્યેની મહત્વકાંક્ષા અને બોડી બિલ્ડિંગના શોખના કારણે તેમને વર્ષ 2012માં જીમની શરૂઆત કરી.

જિમ કરતા કરતા જ તેમને પોતાનું જ જિમ શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેમને પોતાનું પહેલું જિમ 24 જૂન 2016માં શરૂ કર્યું.  જેમાં તેમને જિમમાં જોડાનારા સભ્યો માટે જિમમાં કસરત કરાવવા સિવાય લાઈવ ફ્રૂટ કોર્ટ પણ આપવાનું શરૂ કર્યું અને તેના કારણે જ તેમને જિમની આગળ એક શબ્દ મર્યો લાઉન્જ અને જિમનું નામ આપ્યું જિમ લાઉન્જ.

વિજયસિંહે જિમ લાઉન્જમાં કોર્પોરેટ લેવલનો પણ સમાવેશ કર્યો જેના કારણે તેમને સફળતા પ્રાપ્ત થઇ, આજે અમદાવાદ મોટેરા, ગોતા, નવા રાણીપ, વસ્ત્રાલ, સાઉથ બોપલ, મણિનગર, નવા નરોડા, ઘાટલોડિયા, બોડકદેવ, વટવા, ચાંદખેડા, મેઘાણીનગર અને અમદાવાદની બહાર પણ રાજકોટ અને ગાંધીનગર સમેત 21 કરતા પણ વધારે આઉટલેટ આજે જિમ લાઉન્જના છે. આ ઉપરાંત તેમની પાસે 300થી વધુ ફિટનેસ ટ્રેનર છે.

જિમ લાઉન્જના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આજે વર્લ્ડના બેસ્ટ રેસલર એવા “ધ ગ્રેટ ખલી” છે. તે ઘણીવાર જિમ લોન્જની મુલાકાતે અને ઓપનિંગમાં આવતા રહે છે. આ ઉપરાંત પણ બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓ જેવા કે સુનિલ શેટ્ટી, ઉર્વશી રૌતેલા, વિદ્યુત જામવાલ, અરબાઝ ખાન પણ જિમ લોન્જના અલગ અલગ આઉટલેટ ઉપર મુલાકાત લેતા રહે છે.

ગુજરાત સરકાર દ્વારા પણ વિજયસિંહને શ્રેષ્ઠ અને ઝડપી વિકસી રહેલી ફિટનેસ ચેઇન માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વિજયસિંહ જણાવે છે કે તેમને અત્યાર સુધીમાં પોતાના સર્ટિફાઈડ અને શિક્ષિત ટ્રેનર દ્વારા હજારો લોકોની  ફિટનેસ અને બોડીમાં ફેરફાર પણ લાવી ચુક્યા છે.

જિમ લાઉન્જમાં વિજયસિંહ માટે ફિટનેસની પ્રવૃત્તિઓ સાથે જ નથી જોડાયેલા. આ ઉપરાંત જિમ લાઉન્જ દ્વારા કેટલીક સામાજિક સેવાઓ પણ કરવામાં આવે છે. જેમાં મફત આઈ ચેક-અપ, રક્તદાન કેમ્પ, પૂર રાહત નિધિ, શૈક્ષણિક સંસ્થાઓને દત્તક લઈને તેમને કેળવણી સહાય જેવી મદદ કરવાની ઉમદા કામગીરી પણ કરવામાં આવે છે.

Niraj Patel