હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
વિશ્વભરમાં આજે એટલે કે 21 જૂનના રોજ 10માં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં યોજાઇ, જ્યાં એકસાથે 2500 લોકોએ યોગ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સૌ સાથે મળીને યોગ કર્યા હતા.
યોગ ડેની તસવીરો શેર કરતા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે સોશિયલ મીડિયા પર લખ્યુ- આજે સરહદીક્ષેત્ર નડાબેડના ઝીરો પોઈન્ટ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો.તણાવમુક્ત અને તંદુરસ્ત જીવન માટે યોગ ઉત્તમ ઉપાય છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વના ખૂણે-ખૂણે યોગના માહાત્મ્યને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી “સર્વજન સુખાય”ના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.યોગની આપણી પ્રાચીન પરંપરા આજે જનઆંદોલન બની છે. આ જનઆંદોલન સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવે એ જ અભ્યર્થના. જણાવી દઇએ કે, ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે.
રાજ્યમાં સવા કરોડ કરતાં પણ વધારે લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. આ ઉપરાંત તેમણે આગળ કહ્યુ કે છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે યોગની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ હતી, જેના પર રાજ્યમાં વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.