દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

કેનેડાનાં આ દીકરાને કેનેડાના લોકો પણ ‘પટેલ’ થી જ ઓળખે છે, પોતાની ગાડીનાં નંબર પ્લેટના પણ ચૂકવે છે આટલા ડોલર….

ગુજરાતીઓ જ્યા જાય ત્યાં પોતાની છાપ બનાવી જ રહે છે. ચાહે એ દુનિયાનો કોઈ પણ દેશ કેમ ના હોય! આખા વિશ્વમાં ગુજરાતીઓની જ બોલબાલા છે. વિશ્વ લગભગ બધા જ દેશોમાં ગુજરાતીઓ જઈને વસેલા છે, પછી કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા, બ્રિટન હોય કે દુબઇ. ગુજરાતીઓએ ફાફડા અને જલેબીની જેમ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે વિશ્વભરમાં.

ભલે એક ગુજરાતી વર્ષોથી ભારત છોડીને જે-તે દેશમાં વસેલો હોય, પરંતુ તે પોતાનું ગુજરાતીપણું ભૂલતો નથી… ત્યારે હજુ ફક્ત 1.5 વર્ષ પહેલા જ વિદેશમાં સ્થાયી થયેલો ગુજરાતી કઈ રીતે ગુજરાતને ભૂલી શકે!

હા, આજે આપણે વાત કરીશું એવા ત્રણ વિદ્યાર્થીઓની જે હજુ 1.5 વર્ષ પહેલા જ કેનેડા ગયા છે અને ત્યાં તેમને પોતાનું ગુજરાતીપણું બતાવી દીધું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ ગુજરાતી અને ઉપરથી પટેલ. એટલે પોતાનું ગુજરાતી હોવાની સાથે જ પટેલપણું પણ કઈ રીતે છોડી શકે! એટલે જરાક પણ પાછા પડયા વિના દોઢ વર્ષ પહેલા કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભણવા ગયેલા આ વિદ્યાર્થીઓએ નવી ગાડીઓ ખરીદી લીધી.

મજાની વાત તો એ છે કે આ ગાડીઓની નંબર પ્લેટ પણ તેમના ગુજરાતી હોવાની અને ખાસ કરીને પટેલ હોવાની ચાડી ખાય છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ અમદાવાદનો નમન પટેલ, મહેસાણાનો દીપ પટેલ અને રાજકોટનો નિકેશ પટેલ છે.

આ ત્રણેયનું કહેવું છે કે અમે કેનેડા આવ્યા પછી અમે ત્રણેએ નવી ગાડીઓ ખરીદી અને ખાસ નંબર પલેટ લગાવડાવી, જેના માટે અમે $330 ભર્યા અને દર વર્ષે આ નંબરના રિન્યુઅલ માટે $150 ભરીશું. ગાડીઓ લીધા પછી અમને થયું કે અમારા વતન સાથે સંકળાયેલા નંબરોવળી નંબર પ્લેટ લેવામાં આવે, જેથી અમે PATELGJ1, PATELGJ2 અને PATELGJ3 નંબર પ્લેટ લીધી જેની પાછળ અમે વિચાર્યું કે અમદાવાદના આરટીઓનો પાસિંગ નંબર 1, મહેસાણાનો નંબર 2 અને રાજકોટનો નંબર 3 છે, જેથી અમને એવું લાગે કે અમારું શહેર અમારી સાથે જ છે.

અમદાવાદનો નમન પટેલ PATELGJ1 નંબરની હ્યુન્ડાઇ સોનાટા સ્પોર્ટ્સ વાપરે છે, જેની કિંમત $36000 કેનેડિયન ડોલર (CAD) છે; ઊંઝા, મહેસાણાના દીપ પટેલ PATELGJ2 નંબરની હ્યુન્ડાઇ ટક્સન વાપરે છે જેની કિંમત પણ $36000 CAD છે અને રાજકોટનો નિકેશ પટલ $37000 CADની હોન્ડા સિવિક વાપરે છે, જેનો નંબર PATELGJ3 છે.

તો આવી છે આ યુવા ગુજરાતીઓની વાત, કે જે પોતાનું ગુજરાતીપણું આ રીતે ફેલાવી રહયા છે.