રસોઈ

સ્વાદિષ્ટ મકાઈનો ચેવડો બનાવો હવે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….

વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપુર મકાઈમાંથી પોષણ તો મળે જ છે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ ને દૂર રાખે છે.  બાળકોના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ સિવાય પણ બહુ બધા ફાયદાઓ છે મકાઈ ખાવાના..આ સીઝન માં ચોક્કસ થી બનાવો દેશી મકાઈનો ચેવડો...

સામગ્રી:

 • અમેરિકન મકાઈ : ૪ નંગ (૧ કિલો)
 • તેલ : ૧/૨ ચમચી
 • રાઈ : ૧/૨ ચમચી
 • હિંગ : ૧/૪ ચમચી
 • લીમડી ના પતા : ૪ થી ૫
 • લીલા મરચા આદુ લસણ ની પેસ્ટ : ૧ ચમચી
 • હળદર : ૧/૨ ચમચી
 • લાલ મરચું : ૧/૨ ચમચી
 • મીઠું : સ્વાદ મુજબ
 • દૂધ : ૧/૪ કપ
 • લીંબુ નો રસ : ૧ ચમચી
 • ખાંડ : ૧ ચમચી
 • ગરમ મસાલો : ૧/૨ ચમચી
 • ધાણા : ગાર્નીસિંગ માટે

રીત :. 

• મકાઈનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ અમેરિકન અથવા દેશી મકાઈને છીણી નાખીને એની પેસ્ટ બનાવી લો.

• પેસ્ટ બનાયા પછી એક નોનસ્ટિક માં તેલ ગરમ મુકો ગરમ થાઈ એટલે એમાં રાઈ હિંગ લીમડી ના પતા લીલા મરચાં આદુ લસણ ની પેસ્ટ નાખી અને સેકી લો.

• સેકાય એટલે એમાં હળદર એડ કરો અને પછી એમાં મકાઈ ની પેસ્ટ એડ કરો.

• મિક્સ કરો પછી એમાં મીઠું અને લાલ મરચું એડ કરો અને પછી એમાં દૂધ એડ કરો.

• અને એને મિક્સ કર્યા પછી એને હલાવી બરોબર મિક્સ કરી લો અને એને ૨/૩ મિનિટ ઢાંકી દો. અને થોડી થોડી વારે ચેક કર્યા કરવું ચોંટી ના જાય એટલે પછી એમાં લીંબુ રસ અને ખાંડ એડ કરો પછી છેલ્લે ગરમ મસાલો એડ કરો

• અને પછી ફરી એક ઢાંકી દો અને થોડી વાર પછી ગેસ બંદ કરી દો અને ધાણા થી ગાર્નીસિંગ કરી લો અને મિક્સ કરી દો.

• તૈયાર છે આપડો મકાઈનો ચેવડો. ગરમ ગરમ વરસાદની સીઝનમાં ખાવાની ખુબજ મજા આવશે મજામાનો મકાઈના ચેવડાની.

નોંધ :
• દૂધ લીંબુ નો રસ નાખતા પેલા એડ કરવું નહિ તો દૂધ ફાટી જશે
• નોનસ્ટિક વાપરવી જેથી ચોંટી ના જાય
ક્લિક કરો લિંક પર જુવો રેસીપી અને બનાવો ઘરે.

Please Subscribe our channel: https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ