આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઘણા લોકો એવા છે જે કાળું નાણું સંતાડીને બેઠા છે. ઘણા લોકો આવા કાળું નાણું છુપાવનાર લોકોને પણ ઓળખતા હોય છે, પરંતુ પોતાનું નામ જાહેર થવાના કારણે તે કઈ બોલી શકતા નથી, પરંતુ હવે તમે આવા લોકોની જાણકારી તમારું નામ જણાવ્યા વગર જ આપી શકો છો, અને તેના બદલામાં તમે ઇનામ રૂપે 5 કરોડ રૂપિયા પણ મળેવી શકો છો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બ્લેકમનીની જાણકારી આપવા વાળા માટે ઓનલાઇન સુવિધા શરુ કરવામાં આવી છે. જેના માધ્યમથી કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની દેશ અથવા તો વિદેશની અંદર અવૈધ સંપત્તિ, બેનામી સંપત્તિ ઉપરાંત ટેક્સ ચોરીની જાણકરી આપી શકાશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા મંગળવારના રોજ આ જાણકારી આપવામાં આવી છે. સીબીડીટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના ઈ-ફાઇલિંગ પોર્ટલ ઉપર સોમવારથી કર ચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્ડિંગની જાણકારી આપવા માટેની લિંકને એક્ટિવ કરી દેવામાં આવી છે. આયકર વિભાગની લિંક ઉપર જઈને કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે, આ ફરિયાદ કરવા માટે તમારી પાસે પાનકાર્ડ કે આધાર નંબર હોવો જરૂરી નથી. જો તમારી પાસે આ બંને નથી તો પણ તમે કાળું નાણું રાખનાર વિશે જાણકારી આપી શકો છો. અહીંયા ઓનલાઇન બ્લેકમનીની જાણકારી આપ્યા બાદ તમારે ઓટીપી આધારિત વૈધિકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

5 કરોડ સુધીનું મળી શકે છે ઇનામ:
ફરિયાદ દાખલ કર્યા બાદ વિભાગ પ્રત્યેક ફરિયાદી માટે એક વિશિષ્ટ નંબર આપશે અને તેના દ્વારા ફરિયાદકર્તા વેબલીંક ઉપર તેના દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ઉપર થવા વાળી કાર્યવાહીને જોઈ શકશે. આ નવી સુવિધાની અંદર કોઈપણ વક્તિ જાણકાર અથવા તો બાતમીદાર પણ બની શકે છે અને તે ઇનામ મેળવવા માટેનો હકદાર પણ હશે.

વર્તમાનમાં લાગુ કરવામાં આવેલી યોજના પ્રમાણે બેનામી સંપત્તિના મામલામાં એક કરોડ રૂપિયા અને વિદેશોમાં કાળું નાણું રાખવા સહીત અન્ય કર ચોરીના મામલામાં કેટલીક શરતો સાથે પાંચ કરોડ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવાનું પણ પ્રાવધાન છે. જો તમે પણ આવા કોઈ વ્યક્તિને જાણતા હોય કે જેની પાસે કાળું નાણું રહેલું છે તો તમે આવા વ્યક્તિની ફરિયાદ https://www.incometaxindiaefiling.gov.in ઉપર જઈને કરી શકો છો.